ડેરી જેવું ઘટ્ટ અને મલાઈદાર દહી હવે ઘરે જ જમાવો, બસ ફૉલો કરો આ ટિપ્સ


By Sanket M Parekh06, Aug 2023 04:43 PMgujaratijagran.com

દહી

મોટાભાગે ખાવાની સાથે જ દહીનું સેવન કરવામાં આવે છે. માર્કેટમાં સરળતાથી દહી મળી રહે છે, પરંતુ સ્વાદિષ્ટ દહી ખાવા માટે તેને ઘરે જ જમાવવું જોઈએ. તો ચાલો જાણીએ કે, ઘરે દહી જમાવવાના સરળ ઉપાય

સ્વાદિષ્ટ

દહી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અનેક લોકો તેની છાશ બનાવીને પણ પીવે છે. જે શરીરમાં એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે.

જૂનુ દહી

જૂના અથવા ખાટા થઈ ગયેલા દહીનો ઉપયોગ નવું દહી જમાવવા માટે કરી શકાય છે. જેથી સ્વાદ પણ સારો થઈ જશે અને દહી જલ્દી જામી જશે.

લાલ મરચાનો ઉપયોગ

જો તમારી પાસે જૂનુ દહી ના હોય, તો તેને જમાવવા માટે 3-4 સૂકા મરચા નાંખી દેવા જોઈએ. આમ કરવાથી 7-8 કલાકમાં દહી બની જશે.

મિલ્ક પાવડર

દહી જમાવવા માટે મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકાય છે. દૂધને ઉકાળતા પહેલા તેમાં મિલ્ક પાવડર મિક્સ કરી દો. જેથી દહી ગાઢ બની જશે.

દહીને છૂટુ પાડવું

દહી ગાઢ બને તે માટે તેને ચાળીને છૂટુ પાડી દો. આમ કરવાથી દહી ગાઢ બની જશે.

દહી જમાવવાનો સમય

દહીને હંમેશા રાતના સમયે જ જમાવવું જોઈએ. આમ કરવાથી દહીને જામવા માટે પુરતો સમય મળી જાય છે.

નવા કપડામાંથી રંગ ઉડી રહ્યો હોય તો ચિંતા છોડો, આ રીતે ધોવાથી વર્ષો સુધી રહેશે એવાને એવા