જો તમે લીલા શાકભાજી ખાવાથી કંટાળી ગયા હોવ તો તમે ઝડપથી દહીં અને બટાકાની કઢી બનાવી શકો છો, તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે, આવો જાીનએ તેની રેસીપી.
બટાકા -4-5,દહીં -1 કપ,તેલ અથવા ઘી - 2 ચમચી,કોથમીર 1 ચમચી સમારેલ,લીલા મરચા -4 સમારેલ,જીરું - અડધી ચમચી,હળદર પાવડર- અડધી ચમચી,વેજીટેબલ મસાલા - 1 ચમચી,મીઠું સ્વાદ મુજબ.
દહીં બટાકનું શાક બનાવવા માટે પહેલા બટાકાને બાફી લો અને પછી તેની છાલ કાઢીને કાપી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને પછી તેમાં જીરું નાખો લીલા મરચા પણ નાખો.
પછી તે પેનમાં બાફેલા ઝીણા સમારેલા બટાકો નાખીને ફ્રાય કરો, થોડી વાર તળ્યા પછી તેમાં મીઠું,હળદર,મસાલો વગેરે નાખીને બરાબર મિક્સ કરી લો.
હવે દહીંને બહાર કાઢી તેને સારી રીતે ફેટી લો અને પછી તેને આ શાકમાં નાખો આ મિશ્રણને ચમચી વડે ખૂબ સારી રીતે મિક્સ કરવું જરૂરી છે.
ગ્રેવી બનાવવા માટે આ મિશ્રણમાં પાણી નાખો પછી ઉકળવા વાગે એટલે ગેસ બંધ કરી દો.
ઉપર કોથમીર ગાર્નિશ કરો અને પછી પરાઠા અથવા પૂરી સાથે તેનો સ્વાદ માણો.
તમે ઘરે દહીં બટાકામાંથી આ રીતે દમઆલુ શાક પણ બનાવી શકો છો, રેસીપી ગમે તો લાઈક શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જગરણ વાંચતા રહો.