જીરું ખાવાના અદ્ભુત ફાયદા છે, આવો જાણીએ


By Jivan Kapuriya31, Jul 2023 03:14 PMgujaratijagran.com

જાણો

ભારતીય ખોરાકમાં જીરુંનો ઘણો ઉપયોગ થાય છે. તેના વગરનો ખોરાક સ્વાદ-સુગંધ વગરનો ફીકો લાગે છે. ખોરાકમાં સ્વાદ વધારવા ઉપરાંત જીરું ખાવાના બીજા ઘણા ફાયદા છે.આવો જાણીએ તેના વિશે.

પાચનતંત્ર મજબૂત કરે

જીરું પેટ અને પાચન માટે ખૂબ જ ઉપયોગી છે. તે પેટનો દુખાવો,અપચો અને અન્ય બીમારીઓથી રાહત આપવામાં મદદ કરે છે.

વજન ઘટાડે

જીરુંનું સેવન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તે શરીરમાં ચરબી અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

ઊંઘની સમસ્યાઓ

ઘણા લોકોને ઊંઘ સંબંધિત સમસ્યાઓ હોય છે. શેકેલું જીરુંને પાકેલા કેળા સાથે ખાવાથી ઊંઘ સારી આવે છે.

યાદશક્તિ વધારે

જીરું મગજ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.તે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે અને વસ્તુઓ ભૂલી જવાની આદતને ઘટાડે છે.

હાડકાં મજબૂત કરે

જે લોકોમાં કેલ્શિયમની ઉણપ હોય તેમણે જીરું ખાવું જોઈએ.તેમાં રહેલા વિટામિન A અને B12 હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

શરદી અને તાવમાં ફાયદાકારક

હળવી શરદી અને તાવમાં પણ જીરું ફાયદાકારક છે. જીરુંને શેકીને ખાવાથી અથવા તેને કપડામાં બાંધીને સૂંઘવાથી શરદીમાં રાહત મળે છે.

આયર્નની ઉણપ દૂર કરે

જીરામાં આયર્નનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જો શરીરમાં આયર્નની ઉણપ અથવા એનિમિયાની સમસ્યા હોય તો જીરું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જીરું આપણા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે.

સાંધાના દુખાવા માટે કેપ્સિકમ રામબાણ ઈલાજ છે