જીરુ ફરી વખત મોંઘુ થયું, કિંમત નવી ઊંચાઈએ પહોંચી ગઈ
By Nileshkumar Zinzuwadiya2023-05-03, 15:48 ISTgujaratijagran.com
હવે નવી ઊંચાઈ તરફ
હવે જીરાના ભાવમાં સતત ઝડપભેર વધવા લાગ્યા છે. જાણકારોના મતે જીરું મોંઘુ થવા પાછળ ઉત્પાદનમાં ઘટાડાને લીધે પુરવઠામાં ઘટાડો જવાબદાર માનવામાં આવે છે. આ ઉપરાંત મજબૂત માંગ પણ છે.
એક સપ્તાહમાં જીરું 20 ટકા મોંઘુ
એક સપ્તાહમાં જીરાના ભાવમાં 20 ટકા મોંઘું થયું છે. NCDEXમાં એક સપ્તાહમાં પ્રથમ વખત નફારૂપી વેચવાલી નિકળી હતી,જેને લીધે 25 એપ્રિલના રોજ જીરા માટે મે મહિનામાં કોન્ટ્રેક્ટ તૂટી 38,830 લેવલ પર રહ્યા હતા.
એક સપ્તાહમાં ભાવ 20 ટકા વધ્યાં
ત્યારબાદ તેમા સતત મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે, આજે તેનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 46,250 લેવલ પર પહોંચી ગયો છે. જીરાનો વાયદો પણ નવી ઊંચી સપાટીએ પહોંચી ગયો છે.
ભાવ વધીને રૂપિયા 45,000ને પાર
છેલ્લા એક સપ્તાહમાં જીરાનો બેંચમાર્ક રૂપિયા 41,000થી વધીને રૂપિયા 45,500 પહોંચી ગયો છે.
બે દિવસથી ભાવ વધવાની શરૂઆત
ગયા સપ્તાહના અંતિમ કામકાજના બે દિવસથી ભાવ વધવાની શરૂઆત થઈ હતી અને આ સપ્તાહ તેના વાયદાની કિંમતમાં જોરદાર વધારો થયો છે.
રૂપિયા 50 હજાર થઈ શકે છે ભાવ
બજારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં વરસાદને લીધે જીરાની આવકને અસર થઈ છે અને તેને લીધે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આ સંજોગોમાં જીરાના વાયદાના ભાવ રૂપિયા 50 હજાર પ્રતિ ક્વિન્ટલ થઈ શકે છે.
શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારા સાથે સંકળાયેલા રોચક તથ્યો, જેના વિશે કદાચ જ હશે તમને જાણ