એગ્રીકલ્ચર, અર્થતંત્રની પ્રવૃત્તિમાં તેજી, ઈંધણની માંગ વધી


By Nileshkumar Zinzuwadiya2023-05-01, 22:33 ISTgujaratijagran.com

કાપણીની સિઝન

રવિ પાકોની કાપણીની સિઝન ચાલતી હોવાથી,આર્થિક પ્રવૃત્તિમાં ઉછાળો આવવાને પગલે એપ્રિલ મહિનામાં ડીઝલની માંગ વધતા ઈંધણના વેચાણમાં વધારો થયો છે.

ડીઝલની માંગ 6.7 ટકા વધી

પેટ્રોલિયમ ઉદ્યોગે સોમવારે જાહેર કરેલા માસિક આંકડાથી જાણવા મળ્યું છે કે એક વર્ષ અગાઉની સમાન અવધિની તુલનામાં ડીઝલની માંગ 6.7 ટકા વધી 71.5 લાખ ટન રહી છે.

માસિક ધોરણે 4.8 ટકા વધી

ઈંધણના વેચાણમાં માસિક ધોરણે 4.8 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. મોસમી મંદીના કારણે માર્ચમાં ડીઝલનો વપરાશ 6.83 મિલિયન ટન રહ્યો હતો.

પેસેન્જર ટ્રાફિક

ઉડ્ડયન ક્ષેત્રમાં કોવિડ-19 રોગચાળા દરમિયાન લાદવામાં આવેલા તમામ નિયંત્રણોના અંતની અસર દેશના કુલ પેસેન્જર ટ્રાફિક પર જોવા મળી રહી છે.

એવિએશન ફ્યુઅલ

હવાઈ મુસાફરોની સંખ્યા હવે મહામારી પહેલાના સ્તરની નજીક પહોંચી ગઈ છે. એપ્રિલ, 2022ની સરખામણીમાં એવિએશન ફ્યુઅલ એટીએફની માંગ 15.4 ટકા વધીને 5.95 લાખ ટન સુધી પહોંચી છે.

વોક કરવાના ફાયદા