ડુંગળીના ભજીયા બનાવવાની ટિપ્સ


By Jivan Kapuriya2023-05-16, 18:08 ISTgujaratijagran.com

બેસ્ટ નાસ્તો

સાંજના સમયે નાસ્તામાં ડુંગળીના ગરમા ગરમ ભજીય ચા સાથે મજા પડે છે. ચાલો જાણીએ તેને બનાવવાની રીત.

લોટ બનાવો

ડુંગળીના ભજીયા માટે લોટ બાંધતી વખતે ધ્યાનામં રાખો કે તે ઘાટો હોવો જોઈએ. પાતળા લોટમાં તે ક્રિસ્પી નહીં થાય.

મીઠું

ભજીયા બનાવતી વેળાએ સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

કોર્ન ફ્લોર

ડુંગળીના ભજીયાના લોટમાં 1-2 ચમચી કોર્ન ફ્લોર ઉમેરો. તેનાથી તે ટેસ્ટી બને છે.

ધીમા ગેસે ફ્રાઈ કરો

તેલ ગરમ થયા બાદ ધીમા ગેસે આ ડુંગળીના ભજીયા તળો. તેનાથી બન્ને બાજુએ બરાબર ફ્રાય થશે.

ઠંડા કરો

બાદમાં આ ડુંગળીના ભજીયાને પ્લેટમાં કાઢીને ઠંડા કરો. અને આગળનું સ્ટેપ બરાબર મસજી લો.

બીજીવાર ફ્રાય કરો

આ ડુંગળીના ભજીયાને હવે ધીમા ગેસે ફરીવાર ફ્રાય કરો, તેનાથી તેનો ટેસ્ટ ડબલ થઈ જશે.

ધ્યાન રાખો

ફ્રાઈંગ પેનમાં જેટલા ભજીયા સમાય તેટલા નાંખો. નહીંતર તે ક્રિસ્પી બનશે નહીં.

જો તમને આ રેસિપી પસંદ પડી હોય તો શેર કરો.

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ખૂબસૂરત અભિનેત્રીઓ