લીલી મેથીના ક્રિસ્પી ભજીયા બનાવવાની સરળ રેસીપી નોંધી લો


By Vanraj Dabhi27, Nov 2023 03:08 PMgujaratijagran.com

સામગ્રી

1 કપ ચણાનો લોટ, 1/2 કપ સોજી, 1 ચમચી આદુ-લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી જીરું, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી અજમો, 1 છમચી કોથમીર, 1 ચમચી તલ, 1 ચમચી સફેદ મરી, બરછટ પીસી, એક ચપટી બેકિંગ સોડા, 2 1/2 ચમચી ખાંડ, 1 ચમચી લીંબુનો રસ, 3 ચમચી તેલ 2 ચમચી સમારેલી કોથમીર, સ્વાદ માટે મીઠું, તેલ તળવા માટે.

બનાવવાની રીત

એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો, 1/2 કપ પાણી સાથે સારી રીતે મિક્સ કરીને જાડુ સ્મૂધ બેટર બનાવો.

સ્ટેપ- 1

10-15 મિનિટ સેટ થવા માટે બાજુ પર રાખો.

સ્ટેપ- 2

એક કડાઈમાં તેલ ગરમ કરો અને બેટરને સારી રીતે હલાવો.

સ્ટેપ- 3

હવે તેલમાં એક ચમચી બેટર નાંખો અને મધ્યમ આંચ પર તેને ચારે બાજુથી સોનેરી થાય ત્યાં સુધી તળો.

સ્ટેપ- 4

થોડીવાર તળ્યા પછી તેને તેલ શોષક કાગળ પર કાઢી લો.

સર્વ કરો

ભજીયા તૈયાર છે,તમે તેને ખજૂર અને આમલીની ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસેપી ગમે તો લાઈક - શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચટપટુ સેવ ટમેટાનું શાક બનાવવાની રેસીપી