ઉપવાસ દરમિયાન ફરાળ માટે આ રીતે ઘરે બનાવો કેળાની વેફર


By Jivan Kapuriya29, Jul 2023 12:34 PMgujaratijagran.com

ટેસ્ટી અને હેલ્દી રેસિપી

કેળાની વેફર માત્ર ટેસ્ટી જ નહીં પરંતુ હેલ્દી પણ છે. શા માટે તેમે તેને ઘરે બનાવવાનો પ્રયાસ નથી કરતા?

કાચા કેળાની છાલ ઉતારો

કેળાની વેફર બનાવવા માટે કાચા ચાર કેળા લો, તેની છાલ ઉતારીને થોડીવાર પાણીમાં પલાળી રાખો.

વેફર બનાવો

થોડીવાર પલાળ્યા પછી વેફર પાડવાના મશિનથી વેફર બનાવી લો, જો તમારી પાસે વેફર પાડવાનું મશિન ન હોય તો તમે છરીનો ઉપયોગ કરી શકો છો.

વેફરને સૂકાવા દો

કાચા કેળાની વેફરને સૂતરાઉ કપડા પર એવી રીતે પાથરો કે તેની અંદરનું પાણી સૂકાઈ જાય

તેલ ગરમ કરો

એક કડાઈમાં એક કપ તેલ કાઢો અને તેને થોડીવાર ગરમ કરો.

વેફરને તળી લો

કેળાની વેફરને ગરમ તેલમાં નાખીને તળી લો. કેળાની વેફર ઓછી લાલ થાય ત્યા સુધી ફ્રાય કરો.

વેફરને તેલમાંથી કાઢી લો

કેળાની વેફરને તળ્યા બાદ તેને ટીશ્યું પેપર પર કાઢી લો,ટીશ્યુ પેપર તેમારી વેફરમાં પહેલ વધારાનું તેલ શોષી લેશે.

લાસ્ટ પ્રક્રિયા

કેળાની વેફરનો ટેસ્ટ બમણો કરવા માટે તેના પર મીઠું, કાળા મરીનો પાવડર અને સૂકી કેરીનો પાવડર છાંટવો.

ચા સાથે સર્વ કરો

તૈયાર છે તમારી ટેસ્ટી વેફર. તમે એક કપ ચા સાથે કેળાની વેફર ખાઈ શકો છો.

સેમીકન્ડક્ટરના નિર્માણ માટે ગુજરાતમાં જંગી મૂડી રોકાણની તૈયારી