હાલ સોશિયલ મીડિયા પર ચીન ટપાક ડમ ડમ ટ્રેન્ડ થઈ રહ્યું છે. દરેક લોકો તેના પર રીલ્સ બનાવીને મજા માણી રહ્યા છે.
આ ટ્રેન્ડમાં ટીમ ઈન્ડિયાના આવેશ ખાન, સરફરાઝ ખાન, શાર્દુલ ઠાકુર અને તિલક વર્મા જેવા સ્ટાર ક્રિકેટરો મોહમ્મદ શમી સાથે આ ટ્રેન્ડમાં જોડાયા હતા.
મોહમ્મદ શમી સાથે આ બધા સ્ટાર કએલાડીઓએ એક રીલ બનાવી હતી.
આ તમામ ક્રિકેટરો જિમમાં હાજર હતા. જ્યાં શમીની સામે વારંવાર ચીન ટપાક ડમ-ડમ કહી રહ્યા હતા.
આ બધા યુવા ક્રિકેટરો શમીની સામે વારંવાર ચીન ટપાક ડમ-ડમ કહીને મજા માણી રહ્યા હતા.
સૌથી પહેલા તિલક વર્મા શમી પાસે આવે છે અને ચિન ટપાક ડમ-ડમ કહે છે.
તિલક પછી અન્ય ક્રિકેટરો પણ શમી પાસે જઈને આવું જ કહે છે. શમી નારાજ થઈ જાય છે અને ગુસ્સામાં પૂછે છે, આ શું છે?
રીલના આગળના ભાગમાં મોહમ્મદ શમી જમીન પર બેભાન અવસ્થામાં પડેલો જોવા મળે છે.
સાથી ખેલાડીઓ તેમના પર પણી નાખે છે અને તેઓ ઉભા થાય છે. પછી તે તેના ચાહકોને કહે છે કે મેં આ પ્રશ્ન પૂછ્યો છે પરંતુ તમે તે પૂછતા નહીં.
તમને જણાવી દઈએ કે ચીન ટપાક ડમ-ડમ એક ડાયલોગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
છોટા ભીમ કાર્ટૂનનું પાત્ર વિલન ટાકિયાનો એક ડાયલોગ છે, જે તે પોતાની જાદુઈ શક્તિઓનો ઉપયોગ કરતી વખતે વારંવાર બોલે છે.