1997 પછી પ્રથમ વખત ભારતે શ્રીલંકા સામે વનડે શ્રેણી ગુમાવી, 3 મેચની વન ડે મેચમાં શ્રીલંકાએ 2-0થી જીત મેળવી છે.
શ્રીલંકાએ 27 વર્ષ બાદ ભારત સામે વનડે શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો છે.
શ્રેણીની ત્રીજી મેચ શ્રીલંકાના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં શ્રીલંકાએ ભારતને 110 રનથી હરાવ્યું હતું.
આ મેચમાં અસિથા ફર્નાન્ડોને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેમણે 96 રન ફટકાર્યા હતા અને 1 વિકેટ પણ લીધી હતી.
આ શ્રેણીમાં શ્રીલંકાના સ્પિન બોલર ડ્યુનિથ વેલાલેજને પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો.તેણે આ શ્રેણીમાં 7 વિકેટ લીધી અને 108 રન બનાવ્યા હતા.
આ શ્રેણીની પ્રથમ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 230 રન બનાવ્યા હતા અને ભારતે પણ 230 રન બનાવી શકતા ટાઈ રહી હતી.
જ્યારે બીજી મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 240 રન બનાવ્યા હતા અને ભારત માત્ર 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
વનડે સીરીઝ પહેલા ટી20 સીરીઝ રમાઈ હતી જેમાં ભારતીય ટીમે શ્રીલંકાને 3-0 થી હરાવ્યું હતું.
ક્રિકેટ સાથે જોડાયેલ તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.