Reuse Old Sarees: જૂની સાડીઓથી બનાવો રશ્મિ દેસાઈ જેવા સ્ટાઇલિસ્ટ સૂટ


By Sanket M Parekh16, Oct 2024 03:45 PMgujaratijagran.com

રશ્મિ દેસાઈ

રશ્મિ દેસાઈ TV અને રિયાલિટી શૉની લોકપ્રિય એક્ટ્રેસ છે. જે સોશિયલ મીડિયા પર પોતાની ફેશન સેન્સને લઈને છવાયેલી રહે છે. એક્ટ્રેસનો દરેક લુક શાનદાર હોય છે.

રશ્મિ દેસાઈના સલવાર-શૂટ

આજે અમે આપને રશ્મિ દેસાઈના એવા સૂટનું કલેક્શન દેખાડીશું, જેને તમે તમારી જૂની સાડીઓની મદદથી દિવાળીના તહેવારોની સિઝનમાં સરળતાથી બનાવી શકો છો.

બનારસી સાડી લુક

પહેલાના સમયમાં બનારસી સાડીઓની ફેશન હતી. એવામાં તમે રશ્મિની જેમ તેનાથી પટિયાલા સૂટ બનાવી શકો છો. તહેવારોની સિઝનમાં આ તમને બેસ્ટ લુક આપશે.

પ્લેન સાટન સાડી

તમે તમારી મમ્મીની કોઈ પણ નકામી સાટન સાડીથી આવો અનારકલી સૂટ સ્ટિચ કરાવી શકો છો. જેની સાથે તમે કોન્ટ્રાસ કલરનો નેટેડ દુપટ્ટો કેરી કરશો તો જામો પડી જશે.

સિલ્ક સાડી લુક

ફેસ્ટિવ સિઝનમાં તમે તમારી સિલ્ક સાડીમાંથી અભિનેત્રીએ કેરી કર્યો તેવો હેવી ઘેર સ્ટ્રેટ પ્લાઝો સૂટનો આઈડિયા લઈ શકો છો. જેની સાથે પ્લેન કોન્ટ્રાસ સિલ્ક દુપટ્ટો પહેરવો જોઈએ.

એમ્બ્રોયડરી સાડી

જો તમે પણ આ પ્રકારની એમ્બ્રોયડરી વાળી સાડીમાંથી રશ્મિ દેસાઈની જેમ નાયરા કટ સૂટ સીવડાવી શકો છો. જે ફેસ્ટિવ સિઝનમાં શાનદાર લુક આપશે.

શિફૉન સાડી

શિમરી વર્ક વાળી સાડીને તમે દરજી પાસે લઈ જઈને એક્ટ્રેસ જેવો આ સ્ટ્રેપી સૂટ સીવડાવી શકો છો. જે તમને ખૂબ જ સુંદર લુક આપશે.

હેવી સિતારા વર્ક સાડી

એક જમાનામાં આ પ્રકારની સિતારા વર્ક સાડીની ફેશન હતી. હાલ આઉટડેટેડ ફેશન થઈ ચૂકેલી આવી સાડીઓથી તમે ડીવા જેવો પ્લાઝો સૂટ કરવા ચૌથ માટે તૈયાર કરાવી શકો છો.

મુલાયમ રોટલી બનાવવા માટે ટ્રાય કરો આ ટિપ્સ