ફટાકડા ફોડતા સમયે હાથ બળ્યો? અપનાવો આ ઘરેલૂ ઉપાય


By Hariom Sharma12, Nov 2023 03:15 PMgujaratijagran.com

દિવાળી

ક્યારેક દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે આપણી બેદરકારીને કારણે હાથ બળવાની ઘટના પણ બનતી હોય છે. એવામાં કેટલાક ઘરેલૂ ઉપાય જે બળેલા ભાગમાં થતી બળતરાને ઓછી કરે છે. ચલો આજે એ ઉપાયો વિશે જાણીએ.

પાણીનો ઉપયોગ કરો

જો ફટાકડાથી હાથ બળી જાય તો તમે પાણીનો ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલા બળેલા ભાગ પર પાણી નાખો અને ત્યારબાદ તરત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરો.

બટાકાનો રસ

બટાકાનો રસ બળવાના ભાગે થતી બળતરામાં રાહત આપે છે. આ માટે પહેલા બટાકાને પીસીને પેસ્ટ બનાવી લો પછી બળેલા ભાગ પર હલકા હાથે લગાવો. આવુ કરવાથી આરામનો અનુભવ થશે અને બળેલાના નિશાન પણ ચામડી પર નઈ રહે.

નારિયેળ તેલ

જયારે પણ સામાન્ય બળવાની ઘટના થાય ત્યારે નારિયેળ તેલ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. જોકે આ તેલ માત્ર થોડી વાર માટે રાહત આપવાનું કામ કરે છે જેથી આ બળેલા ભાગ પર તેલ લગાવીને તરત જ વ્યક્તિને ડોક્ટર પાસે લઇ જાઓ.

You may also like

ઇન્સ્ટન્ટ રેસીપી : દિવાળી પર ગાજરમાંથી આ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવો

વિટામિન Dની ઉણપ દરમિયાન શરીરમાં આ લક્ષણો દેખાવા લાગે છે

હળદર

હળદરએ દુખવામાં તથા બળવાના કારણે થતી અસહ્ય બળતરામાં રાહત આપવાનું કાર્ય કરે છે. તેમાં અનેક ગુણ રહેલા છે તેનો પેસ્ટ આ સમયે લાભદાયી સાબિત થાય છે.

એલોવેરા જેલ

બળતરાને ઓછી કરવા માટે એલોવેરાના જેલનો ઉપયોગ કરો. એલોવેરાના જેલમાં ઘણા ઔષધિય ગુણ રહેલા છે જે બળતરામાં રાહત આપે છે. સાથે તેના લગાવવાથી બળેલા ભાગ પર નિશાન પણ દૂર થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

વિટામિન Dની ઉણપ દરમિયાન શરીરમાં આ લક્ષણો દેખાવા લાગે છે