ઓઈલી સ્કિન માટે ઘરેજ બનાવો ધાણા હળદરનો માસ્ક


By Smith Taral14, Feb 2024 12:29 PMgujaratijagran.com

જો તમે ઓઈલી સ્કિનથી પરેશાન હોવ તો હવે તમે ઘરે જ ધાણા-હળદરના માસ્ક બનાવી શકો છો જે તમારી ઓઇલી સ્કીન માટે રહેશે ફાયદાકારક. તમે આ માસ્ક ઘરે સરળતાથી બનાવી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે

આ વસ્તુઓને ઉપયોગ કરો

તાજા ધાણાના પાંદડા, હળદર પાવડર, દહીં અને મધ, આ વસ્તુઓના ઉપયોગ થી માસ્ક બનાવી શકાય છે

કોથમીર બ્લેન્ડ કરો

બ્લેન્ડરમાં, ધાણાના પાનને એક ચમચી પાણી સાથે ઉમેરીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ એન્ટીઑકિસડન્ટથી અને વિટામિન્સથી ભરપુર હોય છે

હળદર અને દહીં ઉમેરો

ધાણાની પેસ્ટને એક ચમચી હળદર પાવડર અને બે ટેબલસ્પૂન દહીં સાથે મિક્સ કરી લો. આ ફેસ પરના સીબમ અને બેક્ટેરિયાને નિયંત્રણમાં લાવે છે.

You may also like

ઘરે જ આમળા અને એલોવેરાનો હેર માસ્ક બનાવતા શીખો

વરિયાળી વડે તમે ચહેરાની સુંદરતામાં પણ વધારો કરી શકો છો જાણો કેવી રીતે

માસ્ક લગાવો

આંખની નીચેની જગ્યા સિવાય તમારા ચહેરા પર સમાનરૂપે માસ્ક લગાવો. ચોખ્ખા બ્રશ કે સાફ આંગળીઓની મદદથી પેસ્ટને લગાવી તેને 15-20 મિનિટ સુકાવા દો.

મસાજ કરીને ધોઈ લો

માસ્ક સુકાઈ જાય પછી ,ભીની આંગળીથી મસાજ કરો અને પછી હુંફાળા પાણીથી સારી રીતે ધોઈ લો. આ તમારા ચહેરાને એક્સ્ફોલિએટ કરવામાં અને બ્લડ સર્કયુલેશનમાં મદદ કરશે.

ટુવાલ

તમારા ફેસને હવે હળવા હાથે સોફ્ટ ટુવાલ વડે સાફ કરી લો.

મોઇશ્ચરાઇઝર લગાવો

ઓઇલ ફ્રી મોઇશ્ચરાઇઝર લગાવી લો, જે તમારા ચહેરા ને દિવસ દરમિયાન મોઇસ્ટ રાખવમા મદદ કરશે

શ્રેષ્ઠ પરિણામો માટે અઠવાડિયામાં એક વાર લગાવો

ધાણા-હળદરના માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં એક કે બે વાર કરો જેથી ફેસ પરનુ ઓઇલ નિયંત્રણમાં રહે અને તે સાફ અને ગ્લોઈ બને છે.

શુ તમે જાણો છો કોફીથી ઘરની વસ્તુઓ પણ સાફ થઈ શકે છે જાણો કેવી રીતે