Cooking Hacks: આ કુકિંગ ટિપ્સથી ગેસ બચાવો


By Jagran Gujarati13, Jan 2023 04:04 PMgujaratijagran.com

જો તમારા ગેસની બોટલ મહિનાની અંદર પૂરી થઈ જાય છે તો અમે તમારા માટે કેટલીક કુકિંગ ટિપ્સ લાવ્યા છીએ, જે તમારા ગેસને બચાવશે. ચાલો જાણીએ....

તમે ખાવાનું ગરમ કરવા માટે ઓવનનો ઉપયોગ કરી શકો છો. કારણ કે ઓવનમાં ગેસની સરખામણીમાં ભોજન ઝડપથી ગરમ થઈ જાય છે. જો તમે કોઈ શાક ગરમ કરો તો 5 મિનિટથી વધારે સમય લાગશે.ઓવનનો ઉપયોગ કરો

તમે કોઈ શાક કડાઈમાં બનાવી રહ્યા છો તો તમે તેને ઉકાળીને ઉપયોગમાં લો. કારણ કે ઉકાળીને કડાઈમાં શાક બનાવવાથી તમારો સમય બચશે. જમવાનું વહેલું બની જશે.શાકને ઉકાળીને ઉપયોગમાં લો

જો તમે ગેસ બનાવવા માંગો છો તો તમે ઢાંકીને પાકાવો. આવું કરવાથી ગેસ ઓછો બગડશે અને જમવાનું ઝડપથી બની જશે.જમવાનું ઢાંકીને બનાવો

આનાથી તમને ઘણી મદદ મળશે. આના પર ઝડપથી રોટલી બની જશે અને ગેસ બચશે.નોનસ્ટીક તાવડી

ફ્રોઝન ફૂડ, દૂધ, શાકભાજી બનાવતા પહેલા ઓછામાં ઓછા 1-2 કલાક ફ્રીઝમાંથી બહાર કાઢી લો. આનાથી ગેસની ઓછી જરૂર પડશે.કામની વાત

તમે ખાવાનું બનાવતી વેળાએ ગેસ ફૂલ રાખી શકો છો. જો કે આ સમયે તમારે બરાબર ધ્યાન રાખવું પડશે. જો ન ફાવે તો મધ્યમ ગેસ પર જમવાનું બનાવો.ફૂલ ગેસમાં બનાવો

દાળ અને શાક ઉકાળીને બનાવવામાં ગેસ વધારે જોઈએ છે, એટલા માટે આ વસ્તુઓ બનાવતી વેળાએ કુકરનો ઉપયોગ કરો.પ્રેશર કુકરનો ઉપયોગ કરો

ઘણી મહિલાઓ દાળ અને ભાતને ઉતાવળમાં પલાળ્યા વગર બનાવે છે. પણ ગેસ બચાવવા માટે તમે પલાળીને આ વસ્તુઓને બનાવી શકો છો.દાળ અને ભાત પલાળીને બનાવો

આશા છે કે તમને આ ટિપ્સ ગમી હશે. આવી જ રસપ્રદ સ્ટોરી વાંચવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

ગંગા નદીની ઉત્પતિની કહાની