દૂધ અને ખજૂર એક સાથે સેવન કરવાથી શરીરને બમણો ફાયદો મળે છે


By Vanraj Dabhi21, Jul 2024 04:54 PMgujaratijagran.com

દૂધ અને ખજૂર

દૂધ પીવું ફાયદાકારક છે, પરંતુ જ્યારે દૂધ અને ખજૂર એકસાથે લેવામાં આવે તો તમને બમણો ફાયદો મળી શકે છે.

ફાયદા

1 ગ્લાસ દૂધમાં 2-3 ખજૂર નાખીને ગેસ પર ગરમ કરીને સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

હાડકાં મજબૂત થાય

દૂધ અને ખજૂરમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય તેથી તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે.

થાક દૂર કરે

ઘણા લોકોને થાક લાગતો હોય છે. જો તમે કોઈપણ કામ કર્યા વિના થાક અનુભવ થાય તો તમારે દૂધ અને ખજૂરનું સેવન કરવું જોઈએ.

ત્વચા ચમકદાર બનાવે

દૂધ સાથે ખજૂરનું સેવન કરવાથી ત્વચા ચમકદાર બને છે, કારણ કે તેમાં વિટામિન મળી આવે છે.

આયર્નની ઉણપ દૂર કરે

ખજૂર સાથે દૂધ પીવાથી શરીરમાં લોહીની સપ્લાય વધે છે.

સ્નાયુ વૃદ્ધિ

દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી પણ માંસપેશીઓની વૃદ્ધિ કરવામાં મદદ મળે છે, કારણ કે તેમાં પ્રોટીન અને કેલ્શિયમ મળી આવે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સમબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Benefits of jackfruit: ફણસ ખાવાથી શરીરને આ ફાયદા મળે છે, જાણો