Benefits of jackfruit: ફણસ ખાવાથી શરીરને આ ફાયદા મળે છે, જાણો


By Vanraj Dabhi21, Jul 2024 04:05 PMgujaratijagran.com

ફણસના ફાયદા

ફણસને જેકફ્રૂટ પણ કહેવામાં આવે છે, તે ખાવામાં સ્વાદિષ્ટ છે એટલું જ તે શરીર માટે ફાયદાકારક છે.

પોષક તત્વો

ફણસમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ઝિંક, એન્ટી ઓક્સીડેન્ટ અને ફોસ્ફરસ વગેરે પોષક તત્વો મળી આવે છે.

રોગપ્રતિકારક શક્તિ

જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમણે આહારમાં ફણસનું સેવન કરવું જોઈએ. જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

વજન ઘટાડે

ફણસમાં ફાઈબર અને એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે, તેથી તેવું સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે.

હાડકાં મજબૂત કરે

જે લોકોનાં હાડકાં નબળાં હોય તેમણે આહારમાં જેકફ્રૂટનું શાકનો સમાવેશ કરવો જોઈએ, કારણ કે તેમાં કેલ્શિયમ મળી આવે છે.

આયર્નની ઉણપ દૂર કરે

ફણસમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે તેથી તેનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપને દૂર થાય છે.

પાચન સુધારે

જે લોકોને ખોરાક વ્યવસ્થિત પાચન ન થતો હોય તેમણે ફણસનું સેવન કરવું જોઈએ.આ ખાવાથી પાચનક્રિયા સુધરે છે.

વાંચતા રહો

ફણસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Benefits Karela: દરરોજ કારેલાનું શાક ખાવાના ફાયદા