વાળ ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય થઈ ગઈ છે. ખરતા વાળથી બચવા માટે લોકો અલગ-અલગ પ્રકારની પ્રોડક્ટ વાપરતા હોય છે. પરંતુ મોટાભાગના લોકોને કોઈ ખાસ લાભ મળતો નથી.
તમારા વાળને મજબૂત કરવા માટે તમે કેટલાક ફાયદાકારક જ્યુસ પી શકો છો. આ જ્યુસ પીવાથી તમને હેર કેર કરવામાં પણ મદદ મળશે.
આમળાના જ્યુસમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી વાળને સીધો ફાયદો થાય છે. આમળાનું જ્યુસ ખરતા વાળને કંટ્રોલ કરે છે.
ગાજર તો આખું વર્ષ માર્કેટમાં મળતા હોય છે પરંતુ ગાજરની સિઝન શિયાળામાં આવતી હોય છે. ગાજરનું જ્યુસ પીવાથી વાળના વિકાસમાં ઘણો ફાયદો થશે.
કાકડીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેનું સેવન કરવાથી સ્કેલ્પને જરૂરી તત્વો મળે છે જે વાળના ગ્રોથમાં મદદ કરે છે.
પાલકનું સેવન શાકભાજી તરીકે કરવું શરીર માટે ફાયદાકારક છે. પાલકનું જ્યુસ પીવાથી વાળ ખરવા સહિતની અન્ય સમસ્યાઓમાં પણ રાહત મળે છે.
એલોવેરામાં વિટામિન A, C અને E હોય છે. એલોવેરા વાળ અને ત્વચા માટે કોઈ દવાથી ઓછું નથી. તેનો જ્યુસ પીવો પણ શરીર માટે ફાયદાકારક રહેશે.
જામફળમાં એન્ટીઓક્સીડેન્ટ, કેલ્શિયમ, આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર છે. જામફળનું જ્યુસ પીવાથી વાળ ખરવાની સમસ્યામાં રાહત મળે છે.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.