જો શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ છે તો અમે તમને આવા જ કેટલાક ડ્રિંક્સ વિશે જણાવી રહ્યા છીએ જેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.
બીટનું જ્યુસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમા વિટામિન,મિનરલ્સ,આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે.તેમાં રહેલું આયર્ન શરીરમાં એનિમિયાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
પાલક અને ફુદીનાના જ્યુસ પૈકી પાલકમાં આયર્ન,ઝિંક અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય આ પીણું વજન ઘટાડવા માટે પણ સારું છે.પલકનું જ્યુસ નિયમિતપણે પીવાથી કબજિયાત મટે છે,આંખોની રોશની વધે છે,ત્વચા ચમકદાર બને છે અને હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.
પ્લમ્સ અથવા આલુ બુખારા ખૂબ જ આરોગ્યપ્રદ છે.તમે તેને કાચું ખાઈ શકો છો અથવા તેનું જ્યુસ પણ પી શકો છો.તેમાં ઘણા પોષક તત્વો,ખનિજ અને વિટામિન્સ હોય છે.તેમાં વિટામિન A અને K ભરપૂર માત્રામાં હોય છે.આલુમાં પોટેશિયમ પણ ખૂબ જ વધારે હોય છે.
એક ગ્લાસ વેજીટેબલ જ્યુસમાં મોટી માત્રામાં પ્રોટીન અને અનર્જી હોય છે.જેના કારણે આપણા શરીરને દરેક પ્રકારનું પોષણ મળે છે. આ સિવાય શાકભાજી ફળો કરતા વધુ ક્ષારયુક્ત હોય છે અને તેના કારણે પેટની અંદર ph સંતુલન જળવાઈ રહે છે, એટલે કે એસિડિક તત્વો અને આલ્કોલાઈન તત્વોની માત્રા વચ્ચે સંતુલન રહે છે.
હલીમના બીજ ખેલ્શિયમ,વિટામિન એ,વિટામિન સી,વિટામિન ઈ,પ્રોટીન,આયર્ન,ફોલિક એસિડ અને ડાયેટરી ફાઇબર જેવા સંપૂર્ણ પોષક તત્વોથી સમૃદ્ધ છે.
આ હેલ્થ ડ્રિંક્સનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારી શકાય છે સાથે સાથે શરીરને પણ સ્વસ્થ બનાવી શકાય,આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.