કાળા ચણા ખાવાથી વાળ અને ત્વચા સહિત અનેક રોગ માટે રામબાણ છે, જાણી લો


By Vanraj Dabhi31, Aug 2023 11:14 AMgujaratijagran.com

જાણો

કાળા ચણા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે પરંતુ શું તમે જાણો છો તે વાળ, ત્વચા સહિત અનેક સ્વાસ્થ્ય માટે રામબાણ છે, ચાલો જાણીએ.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

શુ તમે જાણો છો કે કાળા ચણા સ્વાસ્થ્ય માટે કેટલાક ફાયદાકારક છે? શુષ્ક ત્વચા,વાળ ખરવા,બ્લડ પ્રેશર,કોલેસ્ટ્રોલ વગેરે સમસ્યાઓ દૂર કરવા માટે કાળા ચણા ફાયદાકારક છે.

પાચન તંત્ર

કાળા ચણામાં ડાયેટરી ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે,જે આંતરડાના વિચરણને ઘટાડીને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે.

પ્રોટીન અને આયર્ન

કાળા ચણામાં પ્રોટીન અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે એનિમિયા જેવા રોગોથી બચાવે છે.

બાળકો માટે

જો નાના બાળકોમાં પ્રોટીન કે આયર્નની ઉણપ હોય તો ચણાનો પાવડર અથવા ચણાની વાનગી બનાવીને ખવડાવી શકાય છે.

ત્વચા માટે

જો તમે ફેશિયલ માટે ચણાના લોટનો ઉપયોગ કરો છો તો તેમાં કાળા ચણાનો પાવડર ઉમેરવાથી તમારી ત્વચાની શુષ્કતા દૂર થઈ જશે.

કોલેસ્ટ્રોલ લેવલ

ઘણા લોકોને કોલેસ્ટ્રોલ લેવલ વધવાની સમસ્યા હોય છે અને તેનાથી બચવા માટે ડાયેટરી ફાઈબરનું સેવન કરવું જોઈએ.

સફેદ અને ખરતા વાળ

કાળા ચણામાં વિટામિન B6 અને ઝિંક મળી આવે છે,જે બંન્ને વસ્તુઓ વાળને લાંબા અને કાળા બનાવવા માટે ફાયદાકારક છે.

ઉપયોગ કરો

શિયાળામાં માથાની ચામડી શુષ્ક થવા લાગે છે, તેનાથી બચવા 4 ચમચી કાળા ચણાનો લોટ થોડા પાણીમાં મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો.

વાંચતા રહો

જો તમને આ લેખ ગમ્યો હોય તો લાઈક-શેર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ખજૂરવાળું દૂધ પીવાથી આ અદ્ભુત ફાયદા મળે છે, ચાલો જાણીએ