ખજૂરવાળું દૂધ પીવાથી આ અદ્ભુત ફાયદા મળે છે, ચાલો જાણીએ


By Vanraj Dabhi31, Aug 2023 10:47 AMgujaratijagran.com

જાણો

દૂધ અને ખજૂર બંન્ને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, ચાલો જાણીએ ખજૂર સાથે દૂધ સેવન કરવાથી ક્યાં ક્યાં ફાયદા મળે છે.

મસલ્સ મજબૂત કરે

ખજૂર અને દૂધમાં પ્રોટીનનો સારો સ્ત્રોત હોય છે. તેથી ખજૂર અને દૂધ બંને મિક્સ કરીને પીવાથી હાડકાં અને મસલ્સ મજબૂત બનાવે છે, તે માંસપેશીઓ અને હાડકાં સંબંધિત સમસ્યા દૂર કરે છે.

આયર્નથી ભરપૂર

ખજૂર અને દૂધમાંથી બનેલ પીણાંમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, તેથી આનું નિયમિત સેવન કરવાથી લોહીમાં સુધારો થાય છે અને એનિમિયાની સમસ્યાથી રાહત મળે છે.

ત્વચા ચમકદાર બનાવે

દૂધ સાથે ખજૂરનું સેવન કરવાથી શરીર અને ચહેરા પર લોહીનું પરિભ્રમણ વધે છે,જેના કારણે ત્વચા પર ચમક આવે છે. જે લોકો કરચલીઓ, ખીલ કે ત્વચાની અન્ય સમસ્યાથી પરેશાન હોય તો તેમને આ પીણાનું નિયમિત સેવન કરવું જોઈએ.

કબજિયાત દૂર કરે

ખજૂર અને દૂધમાં ફાઇબર હોય છે,જે જઠરાંત્રી માર્ગને નિયંત્રિત કરે છે, જેનાથી કબજિયાત મટે છે,તે પાચનમાં સરળ હોય છે. તેથી 60 વર્ષથી ઉપરના અને કબજિયાત પીડિત દરેક લોકો માટે આ એક રામબાણ ઈલાજ છે.

મગજના વિકાસ માટે

આ પીણામાં રહેલ વિટામિન B6 મગજ અને યાદશક્તિને તેજ કરે છે.આ પીણાંએ ખાલી પેટ પીવું જોઈએ, તે સુપર મેમરી પાવરનું કામ કરે છે. એટલું જ નહીં રાત્રે સૂતા પહેલા આ પીણાંનું સેવન કરવાથી ઘણું ફાયદાકારક છે.

વાંચતા રહો

ખજૂર અને દૂધ શરીરમાં ઉર્જા પેદા કરે છે અને ગરમી આપે છે તેથી આ પીણું દરેક લોકો માટે ફાયદાકારક છે, તેથી શિયાળામાં આનું સેવન અવશ્ય કરો,આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લીલી મેથીના પાંદડાનું સેવન કરવાથી અઢળક ફાયદા મળે છે, જાણી લો