લીલી મેથીના પાંદડાનું સેવન કરવાથી અઢળક ફાયદા મળે છે, જાણી લો


By Vanraj Dabhi31, Aug 2023 10:37 AMgujaratijagran.com

જાણો

બટાકા મેથીનું શાક શિયાળામાં તમારા મનપસંદ શાકભાજીમાંથી એક છે,મેથીના કેચલાક અદ્ભુત ફાયદાઓ છે,તેથી મેથીના આ ફાયદાઓ જાણીને તમે તમારા આહારમાં ચોક્કસપણે સામેલ કરશો.

કોલેસ્ટ્રોલ ઘટાડે

મેથીના પાન લીવરમાં કોલેસ્ટ્રોલનું શોષણ અને કોલેસ્ટ્રોલનું ઉત્પાદન સુધારવામાં મદદ કરી શકે છે. તે એથરોસ્ક્લેરોસિસ અને ડાયાબિટીસથી પીડિત લોકોમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

બ્રેસ્ટમિલ્કનું ઉત્પાદન

બ્રેસ્ટમિલ્ક બાળકોના વિકાસ માટે પોષણનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. જે માતાઓને માતાના દૂધના ઉત્પાદનમાં સમસ્યા હોય તો તેઓ તેમના આહારમાં મેથીના પાનનો સમાવેશ કરીને માતાના દૂધના ઉત્પાદનમાં વધારો કરી શકે છે.

પાચનક્રિયા સુધારે

મેથી અને તેના એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મો પાચનને સુધરાવામાં મદદ કરી શકે છે.આમ મેથીના પાનનું સેવન કરવાથી પાચનની સમસ્યાઓ ઓછી થાય છે. ચાના રૂપમાં મેથીના પાનનું સેવન કરવાથી કબજિયાત,ગેસ્ટ્રોઇટિસ,અપચો અને પેટના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.

હૃદયને સ્વસ્થ્ય રાખે

મેથીના પાનનું નિયમિત સેવન તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મેથી હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે. મેથી એક એવી જડીબુટ્ટી છે જે સ્ટ્રોક-પ્રેરિત હાર્ટ એટેક અને લોહીના ગંઠાવાનું જોખમ ઘટાડે છે.

આયર્નથી ભરપૂર

આયર્ન એ હિમોગ્લોબિનનો એક મહત્વપૂર્ણ ઘટક છે, જે લાલ રક્ત કોશિકાઓમાં જોવા મળે છે,જો તમારા શરીરના તમામ ભાગમાં આયર્નની ઉણપ છે,તો તમારે તમારા આહારમાં મેથીના પાનનું સેવન કરવું જોઈએ કારણ કે આ પાંદડાઓમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે.

સલાહ લો

મેથીના પાનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો સ્વાસ્થ્ય સંબંધિત અન્ય કોઈ સમસ્યા હોય તો તેનું સેવન કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

વાંચતા રહો

આવા વધુ લેખ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દાતણ કરવા માટે સારી હોય છે આ 6 વૃક્ષની ડાળીઓ