કેટલાક વૃક્ષની ડાળીઓ એટલી ગુણકારી હોય છે કે તેનો ઉપયોગ દાતણ તરીકે કરવાથી ઓરલ હેલ્થ ખૂબ જ સારી રહે છે. આવો જાણીએ આ ડાળીઓ વિશે.
લીમડાની ડાળીમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ઓરલ હેલ્થને સુધારવામાં મદદ કરે છે. લીમડાની ડાળીથી બનેલા દાતણથી દાંત સાફ કરવાથી તમારા દાંત મજબૂત અને ચમકદાર બને છે.
અર્જુન વૃક્ષના દાતણમાં ઘણાં બધાં ગુણકારી પોષકતત્ત્વો હોય છે, જે દાંતના સ્વાસ્થ્યમાં મદદ કરે છે. અર્જુનની વૃક્ષની ડાળીમાં રહેલા ટેનિક દાંતની સાથે બ્લડ પ્યૂરીફાઇ કરવામાં પણ મદદ કરે છે.
બાવળની ડાળીથી બનેલું દાતણ દાંતને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. બાવળના દાતણથી દાંત સાફ કરવાથી તમારા મોઢાની દુર્ગંધ, છાલા અને પેઢામાંથી નીકળતા લોહીની સમસ્યામાં રાહત મળી શકે છે.
જામફળની ડાળીમાં ઘણાં પ્રકારના ઔષધિય ગુણ રહેલા હોય છે, જે પેઢા અને દાંત માટે ફાયદાકારક હોય છે.
આંબાની ડાળીથી બનેલા દાતણમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, પેઢાના દુખાવા અને સોજાની સમસ્યામાં તમને આરામ મળી શકે છે. આ દાતણની મદદથી દાંત ચમકદાર બને છે.
બોરની લાકડીમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે, જે દાંતને લગતી ઘણી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે. રોજ આ દાતણથી દાંત સાફ કરવાથી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે.