શરીરમાં સોડિયમ વધવાથી બ્લડ પ્રેશરની સમસ્યા થઇ શકે છે. વધુ તણાવના કારણે પણ બ્લડ પ્રેશર વધે છે અને હાર્ટ અટેકનો ખતરો પણ રહે છે.
તમારા શરીરમાં સોડિયમનું લેવલ જાળવી રાખવા માટે આ વસ્તુઓનું સેવન કરો. આનાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે.
લીંબુમાં વિટામિન સી હોવાથી આ તમારી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત રાખે છે. લીંબુ શરીરમાં સોડિયમને કંટ્રોલ રાખવામાં મદદરૂપ કરે છે.
સફરજમાં પેક્ટિન, કોપર, પોટેશિયમ, સેલેનિયમ, મેગ્નિશિયમ, આયર્ન, મેંગનીઝ, ઝિંક, કેલ્શિયમ, સોડિયમ હોય છે. જે અલગ અલગ બીમારીઓમાં ફાયદાકારક છે.
ઈંડામાં પ્રોટિન હોય છે. આમાં સોડિયન ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. આ કારણથી તમે ઈંડાનું સેવન કરી શકો છો.
કાકડીમાં પાણી ભરપૂર હોય છે. આમાં 96 ટકા પાણી હોવાથી શરીરમાં રહેલાં ટોક્સિન બહાર નીકળે છે. કાકડીમાં સોડિયમ ઓછું હોય છે.