ખરાબ જીવનશૈલી અને ખોરાકના કારણે તમને બેઠા બેઠા પેટમાં ગેસ બનવાની સમસ્યા થઇ શકે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનીકારક છે. આ સમસ્યાથી બચવા માટે ડાયેટમાં આ ફૂડ્સને સામેલ કવાથી ફાયદો થાય છે.
અજમો પેટમાં ગેસ ઘટાડવામાં મદદ કરે છે. તમે આને ગરમ પાણી સાથે ચાવી શકો છો, અથવા ખાધા પછી એક નાની ચમચી અજમો પાવડર પાણીમાં મિક્સ કરને પી શકો છો.
હિંગમાં પેટની ગેસને દૂર કરવાના ગુણ રહેલા હોય છે. તમે હિંગનો ઉપયોગ ખાવાનું બનાવવામાં અને શાકભાજીમાં પણ કરી શકો છો.
જીરું પણ પેટમાં ગેસની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તમે જીરાને પાણીમાં પી શકો છો, અથવા ખાવાનું બનાવતી વખતે પણ જીરા પાવડરનો ઉપયોગ કરી શકો છો.
ધાણાના બીજ અને પાવડરને ખાવામાં અથવા ચા બનાવીને સેવન કરવાથી ગેસની સમસ્યા ફાયદો થઇ શકે છે.
તુલસીના પત્તા પેટમાં ગેસની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. તમે તુલસીની ચા પી શકો છો અથવા તેના પત્તા ચાવીને તેના રસનું સેવન કરી શકો છો.
ખાટું દહીં પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચનને સુધારી શકે છે અને ગસની સમસ્યાને ઘટાડી શકે છે. બેઠા બેઠા ગેસની સમસ્યા થવા પર, તરત જ ખાટા દહીનું સેવન કરો.
ઓલીવ ઓઇલમાં કાલ્મિંગ કંપાઉન્ડ અને ગેસને ઘટાડો કરવાવાળા ગુણ રહેલા હોય છે. ગેસની સમસ્યા થવા પર ઓલીવ ઓઇલનું તેલ તમારા ભોજનમાં સામેલ કરવું ફાયદાકારક છે.
પપૈયું પેટમાં ગેસની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે, કારણ કે તેમાં પેપન હોય છે, જે પાચનને સુધારે છે. તેનું નિયમિત સેવન પેટને લગતી ઘણી સમસ્યા ધીરે ધીરે દૂર થાય છે.