કબજિયાની સમસ્યા હોય તો અંજીરના સેવનથી ગેસ અને એસિડિટી જેવી પ્રોબ્લેમથી રાહત મળશે.
અંજીર ખાવાથી પાચનક્રિયા મજબૂત થાય છે સાથે મળનો ત્યાગ પણ સરળતાથી થશે. આના ઉપયોગથી પેટ સારી રીતે સાફ થાય છે.
કબજિયાની સમસ્યામાં અંજીરનું સેવન ખૂબ ફાયદાકારક હોય છે, આનું સેવન અલગ અલગ રીતે કરી શકાય છે.
સવારે ખાલી પેટે અંજીરને પાણીમાં ઉકાળીને પીવાથી તમારું પાચનતંત્ર મજબૂત બનશે, અને કબજિયાતથી છૂટકારો મળશે.
રાત્રે 2-3 અંજીરને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી મૂકો. બીજા દિવસે સવારે ખાલી પેટ તેનું સેવન કરો.
અંજીરને દૂધમાં ઉકાળીને ખાવાથી શરીરને ઘણાં અદભૂત લાભ મળે છે. સાથે પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
આમાં વિટામિન બી6, ફાયબર અને કેલ્શિયમ જેવા પોષકતત્ત્વ હોય છે. બ્રેકફાસ્ટ કર્યા પછી તાજા અજીર ખાવા ખૂબ જ ફાયદાકારક છે.