ડાયાબિટીશનો કાળ છે આ યોગાસન, દરેક આસનમાં છે સુગરને કંટ્રોલમાં કરવાની તાકાત


By Sanket M Parekh11, Sep 2023 04:32 PMgujaratijagran.com

ડાયાબિટીશની સમસ્યા

આ સમસ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. બાળકોથી લઈને મોટાઓ સુધી આ બીમારી ફેલાઈ રહી છે. જેના કારણે અન્ય અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.

કારણ

જેના કારણોમાં એવું મનાય છે કે, વધારે પડતા ગળ્યાનું સેવન તેનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત બદલાતી લાઈફસ્ટાઈલને પણ તેનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે.

ઉપાય

ડાયાબિટીશથી બચવા માટે લોકો વિવિધ ઉપાયો અજમાવે છે. યોગ પણ તેમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. ડાયાબિટીશની સમસ્યામાં આ યોગાસન ઉત્તમ વિકલ્પ છે.

નૌકાસન

નૌકાસનનો અભ્યાસ દરરોજ કરવાથી ડાયાબિટીશની સમસ્યા કંટ્રોલમાં રહે છે. જેને કરવા માટે પહેલા પીઠના જોરે સૂઈ જાવ અને બન્ને પગ ઉપર ઉઠાવો.

25-30 સેકન્ડ

જે બાદ કમર અને હાથને સામેની તરફ પીઠને ઊંચી ઉઠાવવાની કોશિશ કરો. 25-30 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો.

પવનમુક્તાસન

આ આસનની મદદથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. આ માટે પીઠના જોરે સૂઈને બન્ને પગને ઉપર ઉઠાવીને ઢીંચણથી વાળીને છાતી સુધી લાવો.

10-15 વખત કરો

જે બાદ હાથથી પગને પકડવાનો પ્રયત્ન કરો અને જાંઘને પેટ સાથે ટચ કરાવવાની કોશિશ કરો તેમજ ઢીંચણ નાકને સ્પર્શે તેવો પ્રયાસ કરો. 25-30 સેકન્ડ સુધી આમ કરો અને લગભગ 10-15 વખત આ આસન કરો.

બાઉન્ડ એન્ગલ પોઝ

આ આસન કરવાથી તણાવ અને બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. દરરોજ આ આસનને 10-15 મિનિટ સુધી કરતા રહો.

કેળાની છાલ ફેંકી દેવાને બદલે તેના ઉયોગથી તમારા ચહેરાને આ રીતે ચમકદાર બનાવો