મોટાભાગના લોકો કેળા ખાધા પછી તેની છાલ ફેંકી છે જો કે કેળાવી જેમ તેની છાલ પણ ખૂબ જ ફાયદાકારક છે.
કેળાની છાલ ત્વચાની સંભાળમાં અસરકારક સાબિત થાય છે, આ તમને તમારા ચહેરાને ચમકદાર રાખવામાં પણ ઘણી મદદ કરશે.
કેળા ખાધા પછી તેની છાલમાંથઈ ફેસ પેક ચહેરા પર ગ્લો લાવવા માટે અસરકારક છે.
કેળાની છાલનો ફેસ પેક બનાવવા માટે તેમાં ખાંડ,હળદર અને મધ નાખીને પેસ્ટ બનાવો અને પછી તેને ચહેરા પર લગાવો.
આ ફેસ પેકને ચહેરા પર લગાવવાથી મૃત ત્વચા અને ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ મળશે તેમજ ચહેરા પર સારો ગ્લો આવશે.
કેળાનો ફેસ પેક ચહેરાની કરચલીઓ દૂર કરવામાં પણ ઉપયોગી છે,આ માટે તમારે નિયમિતપણે તમારા ચહેરા પર લગાવવું પડશે.
તમે કેળાની છાલને સીધી ચહેરા પર લગાવી શકો છો, આમ કરવાથી તમારા ચહેરા પર ગ્લો લાવવામાં પણ મદદ મળે છે.
જો કે કેટલાક લોકોને સ્કિન એલર્જી હોય છે,આવા લોકોએ કેળાની છાલ ચહેરા પર લગાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
આવા વધુ જીવનશૈલી સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.