જો તમે આ તકલીફને વધારવા ના માંગતા હોવ, તો આખને મસળવાથી દૂર રહેવું જોઈએ. વારંવાર ઈન્ફેક્શનવાળી આંખને મસળવાથી આ સમસ્યા વકરી શકે છે.
જો તમે આઈ ફ્લૂ થઈ ગયો હોય, તો આંખોમાં કૉન્ટેક્ટ લેન્સ લગાવવાથી બચવું જોઈએ. આંખ પૂરી રીતે ઠીક થયા બાદ ડૉક્ટરની સલાહ અનુસાર જ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ.
આઈ ફ્લૂ થવા પર આંખોના મેકઅપથી દૂર રહેવું જોઈએ. મેકઅપ પ્રોડક્ટ્સમાં અનેક પ્રકારના કેમિકલ હોય છે, જે તમારી ઈન્ફેક્ટેડ આંખને વધારે નુક્સાન પહોંચાડી શકે છે.
લગભગ 10-15 દિવસ સુધી તમારે આંખોની આસપાસ કોઈ પણ પ્રકારનો મેકઅપ ના કરવો જોઈએ. જો મેકઅપ કરશો, તો તમારી આંખોને વધારે નુક્સાન થઈ શકે છે.
કન્ઝક્ટિવાઈટિસ થવા પર એ વાતનું ધ્યાન રાખો કે, તમે નળના પાણીથી આંખો ના ધોવો. આમ કરવાથી તમારી પરેશાની વધી શકે છે. જેની જગ્યાએ તમારે ઘરમાં ફિલ્ટરના પાણીથી આંખોને વૉશ કરવી જોઈએ.
જો તમે તમારી આંખોના ઈન્ફેક્શનને વધતુ અટકાવવા માંગતા હોવ, તો વરસાદમાં નીકળવાનું ટાળો. આ દરમિયાન ઠંડા પાણી અને દૂષિત હવાના સંપર્કમાં આવવાથી તમારે બચવું જોઈએ.