શરીરમાં આયર્નની ઉણપના સામાન્ય લક્ષણો


By Vanraj Dabhi01, Jul 2025 04:25 PMgujaratijagran.com

આયર્નની ઉણપ

આયર્ન એ શરીર માટે જરૂરી અને એક આવશ્યક ખનિજ છે. તે લાલ રક્તકણોમાં પ્રોટીન, હિમોગ્લોબિનના ઉત્પાદનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જેની ઉણપથી શરીરમાં કેટલાક લક્ષણો દેખાઈ શકે છે.

નખ બરડ

આયર્નની ઉણપથી નખ બરડ કે વાંકા વળી જવાની સમસ્યા આયર્નની ઉણપ દર્શાવે છે.

વાળ ખરવા

જો શરીરમાં હિમોગ્લોબિન ઓછું થાય છે, તો વાળને પૂરતો ઓક્સિજન મળતો નથી, જેના કારણે વાળ પાતળા અને તેની ચમક ગુમાવે છે તેમજ વાળ ખરવાની સંભાવના રહે છે.

મોઢામાં ચાંદા

આયર્નની ઉણપથી મૌખિક પેશીઓમાં ઓક્સિજનની ઉપલબ્ધતામાં ઘટાડો થાય છે, જેના કારણે મોઢામાં ચાંદા અને જીભમાં સોજો જોવા મળે છે.

થાક લાગવો

જો તમને કોઈ કામ કર્યા વિના વારંવાર થાક લાગે છે, તો તે આયર્નની ઉણપનો સંકેત હોઈ શકે છે.

હાથમાં ખાલી ચડવી

આયર્નની ઉણપનો એનિમિયા શરીરના ભાગોમાં ઓક્સિજન પહોંચાડી શકતું નથી, જેના કારણે હથેળીઓ સહિત શરીર ઠંડુ પડવાથી ખાલી ચડવા લાગે છે.

નિસ્તેજ ત્વચા

હિમોગ્લોબિન તમારા લોહીને લાલ રંગ આપે છે, જો આયર્નની ઉણપને કારણે હિમોગ્લોબિન ઓછું થઈ જાય, તો તમારી ત્વચા નિસ્તેજ દેખાશે.

કારેલા સાથે આ ખોરાક ભૂલેચૂકે પણ ન ખાઓ