Fatty Liver Signs: ફેટી લીવર ઓળખવાની આસાન રીત, આ લક્ષણોથી ઘરે બેઠા તપાસો


By Sanket M Parekh04, Jun 2025 04:18 PMgujaratijagran.com

ફેટી લીવરના લક્ષણ

આજકાલ ફેટી લીવરની સમસ્યા સામાન્ય બની ગઈ છે. લીવરમાં વધારાની ચરબી જમા થવાના કારણે લોકોને તેની સમસ્યાનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ ફેટી લીવરના લક્ષણો વિશે જાણીએ...

પેટમાં દુખાવો

પેટમાં દુખાવો થવો ફેટી લીવરના સૌથી સામાન્ય લક્ષણો પૈકી એક હોય છે. જેમાં પેટની ઉપર જમણા ભાગે તીવ્ર દુખાવો ઉપડે છે. આ સાથે જ પેટની આસપાસ સોજો થવા લાગે છે.

થાક અને નબળાઈ

જો તમને શરીરમાં થાક અને નબળાઈ રહેતી હોય, તો તે પણ ફેટી લીવરનું લક્ષણ છે. ગાઢ ઊંઘ લેવા છતાં પણ તમને શરીરમાં સતત થાક રહેતો હોય, તો સમસ્યા ગંભીર ગણાય છે.

વજનમાં કમી

ફેટી લીવરના કારણે વજન ઝડપથી ઉતરવા લાગે છે. જો તમને કોઈ કારણ વિના વજનમાં સતત ઘટાડાનો અહેસાસ જણાય, તો તમે ફેટી લીવરની સમસ્યાથી પીડિત હોઈ શકો છો.

સ્કિન અને આંખોમાં ફેરફાર

શું તમે જાણો છો, ફેટી લીવરની ગંભીર સ્થિતિમાં ધીમે-ધીમે સ્કિન અને આંખોનો રંગ પીળો પડવા લાગે છે. જે સૌથી ખતરનાક લક્ષણ પૈકીનું એક માનવામાં આવે છે.

પાચનમાં સમસ્યા

ફેટી લીવરના કારણે લોકોને પાચનમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમ કે કબજિયાત, એસિડિટી અને પેટ ફૂલવું જેવી સમસ્યા ધીમે-ધીમે વધવા લાગે છે.

પગમાં સોજા

શું તમે જાણો છો કે, ફેટી લીવરના દર્દીઓમાં ધીમે-ધીમે હાથ અને પગમાં સોજા દેખાવા લાગે છે. ફેટી લીવરના દર્દીઓને ઓળખ કરવા માટે આ એક સૌથી સામાન્ય લક્ષણ છે.

માનસિક સ્વાસ્થ્ય સમસ્યા

ફેટી લીવરના કારણે માનસિક સ્વાસ્થ્ય પર પણ વિપરિત અસર પડી શકે છે. જેના પરિણામે લોકોમાં સમજવા-વિચારવાની ક્ષમતા ગુમાવવા લાગે છે. જેના કારણે લોકો ખૂબ જ ચિડીયા થવા લાગે છે.

લક્ષણ દેખાવા

ફેટી લીવરના લક્ષણો ઓળખવા અને સમયસર તેની સારવાર કરાવવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમને ઉપરોક્ત કોઈ પૈકી એક લક્ષણ જણાય, તો તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ.

Protein Deficiency: શરીરમાં આ લક્ષણો જણાય, તો થઈ જાવ એલર્ટ; હોઈ શકે છે પ્રોટીનની કમી