સ્થૂળતા વિશે જાણીતી માન્યતાઓ અને તથ્યો


By hariom sharma14, Apr 2023 07:28 PMgujaratijagran.com

મિથ-1

સ્થૂળ વ્યક્તિ અનહેલ્ધી હોય છે? આ કહેવું યોગ્ય નથી કે દેરક સ્થૂળ વ્યક્તિ અનહેલ્ધી હોય છે. સ્થૂળતાના કારણે સમસ્યાઓ વધી જાય છે અને શરીર એક્ટિવ રહેતું નથી જો કસરત ન કરવામાં આવે તો.

મિથ- 2

કેટલાક લોકો એવું માને છે કે ખોરાક ઘટાડવાથી અથવા સ્કિપ કરવાથી વજન ઘટી શકે છે. આ સત્ય નથી. દિવસમાં 3 વાર ખાવું જોઇએ. આવું ના કરવા પર વજન ઘટવાને બદલે વધી પણ શકે છે.

મિથ- 3

કોફીના સેવનથી વજન વધી શકે છે? આ એક મિથ છે. જો દૂધવાળી કોફી વધુ માત્રામાં પીવાથી વજન વધવાની સંભવાના રહે છે. 2-3 કપ બ્લેક કોફી પીવાથી વજન નથી વધતું.

મિથ- 4

કેટલાક લોકોને લાગે છે કે સ્થૂળ હોવું સારી વાત છે. ના જરા પણ નહીં. વજનને કંટ્રોલમાં રાખવું જરૂરી છે. આવું ના કરવા પર બ્લડ પ્રેશર વધવું અથવા હૃદયને લગતી સમસ્યાઓનું જોખમ રહે છે

મિથ- 5

કેટલાક લોકો એવું માને છે કે રાત્રે મોડા ખાવાથી વજન વધી શકે છે. આ વાત સંપૂર્ણ રીતે સાચી નથી. મોડી રાત્રે પણ જો તમે હેલ્ધી ખોરાક લો છો તો વજનને કંટ્રોલમાં રાખી શકાય છે.

કિડનીને સાફ કરીને સ્વસ્થ રાખે છે ફૂડ, ડાયટમાં સામેલ કરવાથી મળશે ફાયદો