30થી વધુ વય બાદ મહિલાઓ મોટાપાનો શિકાર થઈ જાય છે. જે એન્ડ્રોઈડ ઓબેસિટી હોય છે. જેનાથી પેટની આસપાસ ચરબી જમા થઈ જાય છે. મોટાપો ઓછો કરવા માટે વિટામિન- C,E, B12 અને પ્રોટીનથી ભરપુર ફૂડનું સેવન કરવું જોઈએ.
મહિલાઓમાં 30થી વધુ વય બાદ માનસિક સમસ્યા વધી જાય છે. શરીરમાં થનારા આ પરિવર્તનોના કારણે એન્જાઈટી અને ડિપ્રેશનની સમસ્યા થઈ શકે છે.
ફાઈબ્રોઈડની સમસ્યા 30થી વય બાદ થાય છે. આ બીમારી વિશે ખૂબ જ ઓછી મહિલાઓ જાણે છે. જો તમે પણ આ સમસ્યાથી પીડિત હોવ, તો તેને જાણવા માટે એલ્ટ્રાસાઉન્ડ કરાવો.
આ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, વધતી વયની અસર ફર્ટિલિટી પર પડે છે. 30ની વય બાદ મોટાભાગની મહિલાઓની પ્રજનન ક્ષમતામાં કમી આવવા લાગે છે. આ વય બાદ પ્રેગ્નેન્સીમાં ખૂબ જ પરેશાની થતી હોય છે.
30ની વય બાદ મહિલાઓમાં ડાયાબિટીસની ગંભીર બીમારી આવી જતી હોય છે. જેમાં બ્લડમાં સુગરનું લેવલ વધી જાય છે. આથી તમારે 30ની વય બાદ ખાણી-પીણીથી લઈને લાઈફસ્ટાઈલની ખાસ કાળજી લેવી જોઈએ.