ગોળમાં પ્રોટીન, વિટામિન બી-12, કેલ્શિયમ અને આયરન જેવા અનેક ન્યૂટ્રિએન્ટ્સ મળી આવે છે. જે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, દરરોજ ગોળનો એક ટૂકડો ખાવાથી વજન ઘટાડી શકાય છે. હકીકતમાં ગોળમાં પોટેશિયમ સારી માત્રામાં મળી આવે છે, જે ઈલેક્ટ્રોલાઈટને બેલેન્સ કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. જેનાથી મેટાબૉલિજ્મ પ્રોસેસમાં સુધારો થાય છે.
દરરોજ ગોળનો એક ટૂકડો ખાવાથી પીરિયડ્સ ક્રેમ્પ્સથી બચી શકાય છે. આ સાથે જ ગોળ પ્રી મેન્સ્ટ્રૂઅલ સિન્ડ્રોમના લક્ષણોથી બચવામાં પણ મદદરૂપ થાય છે.
ગોળમાં પુરતા પ્રમાણમાં આયરન મળી આવે છે. જેનાથી એનીમિયાની સમસ્યાથી બચી શકાય છે. આયરનની મદદથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ વધે છે અને લોહીની ઉણપ દૂર થાય છે.
સિઝનલ બીમારીથી બચવા માટે વ્યક્તિને મજબૂત ઈમ્યૂનિટીની આવશ્યક્તા હોય છે. જો તમે પણ રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માંગતા હોવ, તો ગોળ ખાઈ શકો છો. જેનાથી હીમોગ્લોબિન વધે છે.
દરરોજ ગોળનું સેવન કરવાથી વ્યક્તિની પાચન ક્રિયા સુધરે છે. ગોળ પાચન એન્જાઈમને એક્ટિવ કરે છે, જેથી પેટ સબંધિત અનેક સમસ્યાઓથી બચી શકાય છે.