Coffee Side Effects: કૉફી લવર્સ ધ્યાન આપે! આ વસ્તુ સાથે પીવાથી થઈ શકે છે નુકસાન


By Sanket M Parekh05, Jan 2025 04:24 PMgujaratijagran.com

સ્વાસ્થ્ય પર વિપરિત અસર

ઘણાં લોકો સવારે ઉઠવાની સાથે જ કૉફી પીવાનું પસંદ કરતાં હોય છે. અનેક લોકો કૉફી સાથે કઈને કઈ ખાવાનું પસંદ કરતાં હોય છે. જો કે આમ કરવાથી સ્વાસ્થ્ય પર વિપરિત અસર થઈ શકે છે. તો ચાલો જાણીએ કૉફી સાથે કઈ-કઈ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ...

દૂધવાળી કૉફી

દૂધ અને કેફિનનું કૉમ્બિનેશન પેટમાં ગેસ અને પાચન સબંધિત સમસ્યા ઉભી કરી શકે છે. આ સાથે જ આવી કૉફી પીવાથી શરીરમાં કેલ્શિયમ ઓછું ઓબ્ઝર્વ થાય છે.

કૉફી સાથે તળેલી વાનગી

કૉફી સાથે સમોસા, ભજીયા અને સેવ જેવી તળેલી વાનગીઓ ખાવામાં ભલે સ્વાદિષ્ટ લાગતી હોય, પરંતુ તે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારવાનું કારણ બની શકે છે.

મીટ અને કૉફી

કૉફીમાં રહેલ ટેનનેટ્સ, મીટમાં મળી આવતા જિંકનું અવશોષણને રોકે છે. આ બન્નેનું સેવન સાથે કરવાથી શરીરમાં જીંકની ઉણપ વર્તાઈ શકે છે.

હળદર અને કૉફી

હળદરમાં રહેલા ગુણ પાચન તંત્ર માટે ફાયદેમંદ છે, પરંતુ કૉફી સાથે હળદરનું સેવન કરવાથી પેટ સબંધિત સમસ્યા વકરી શકે છે.

બ્રેકફાસ્ટ પહેલા કૉફી ના પીશો

જો તમે સવારે જ કૉફી પીવો છો, તો તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેના પરિણામે બ્રેકફાસ્ટમાં જરૂરી પોષણ ઓછું મળશે.

કૉફી સાથે ચિપ્સ

કૉફી સાથે ફરસાણ જેમ કે ચિપ્સ, ચકરી અને ગાઠિયા જેવી વાનગી પણ ખાવાનું ટાળવું જોઈએ.આમ કરવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જાય છે, જે સ્વાસ્થ્ય માટે ખતરનાક નીવડે છે.

યોગ્ય સમયે કૉફી પીવો

ખાલી પેટ અથવા વધારે ભૂખ લાગી હોય, ત્યારે કૉફી પીવાથી શરીરના મેટાબૉલિઝમ પર ખરાબ અસર થઈ શકે છે. આથી સ્નેક્સના વચ્ચે કૉફી પીવી સારું રહેશે. જેનાથી તમારી એનર્જી પણ જળવાઈ રહેશે.

Sesame Laddu: આ 5 સમસ્યાથી પીડિત તલના લાડુ ખાવાથી બચે, નહીંતર દવાખાને દોડવું પડશે