Sesame Laddu: આ સમસ્યાથી પીડિત તલના લાડુ ખાવાથી બચે, નહીંતર દવાખાને દોડવું પડશે


By Sanket M Parekh05, Jan 2025 04:15 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

શિયાળામાં તલના લાડુ ખાવાની કંઈક અલગ જ મજા હોય છે. જો કે કેટલાક લોકોને તલના લાડુ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને જેમનું સ્વાસ્થ્ય નબળું હોય તેને. આ બાબતે અમે હોલી ફેમિલી હોસ્પિટલ દિલ્હીની ડાયેટિશિયન સના ગિલ સાથે વાતચીત કરી...

શિયાળામાં ફાયદેમંદ

શિયાળામાં તલના લાડુ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે. તલમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાસ્ફોરસ, ફોલિક એસિડ અને આયરન જેવા પોષક તત્વો મળી આવે છે. જે શરીરને અનેક રીતે લાભકારી છે.

પોષક તત્વોથી ભરપુર

ગોળમાં વિટામિન A, B, સુક્રોઝ, ગ્લુકોઝ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે સારા મનાય છે. જો કે કેટલાક લોકોને તલના લાડુથી નુકસાન થઈ શકે છે.

સુગર વધવી

ડાયાબિટીશના દર્દીઓએ તલના લાડુ ના ખાવા જોઈએ. ગોળમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે, જેનાથી શરીરમાં એકાએક બ્લડ સુગરનું લેવલ વધી શકે છે.

મોટાપાની સમસ્યા

જો તમારું વજન વધારે હોય, તો તલના લાડુ ખાવાથી બચવું જોઈએ. તલના લાડુ ખાવાથી તમારું વજન વધી શકે છે. જેનાથી મોટાપાની સમસ્યા થઈ શકે છે.

લૉ બ્લડ પ્રેશર

લો બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ તલના લાડુ ના ખાવા જોઈએ. તલ બ્લડ પ્રેશર ઘટાડવાનું કામ કરે છે. એવામાં જો તમે તલના લાડુ ખાશો, તો સ્થિતિ વધુ વણસી શકે છે.

પાચનની સમસ્યા

પાચન તંત્ર નબળું હોય, તો પણ તલના લાડુ ના ખાવા જોઈએ. તલ અને ગોળ બન્નેની તાસીર ગરમ હોય છે. જેના પરિણામે પેટમાં એસિડિટી અને કબજિયાતની સમસ્યા વકરી શકે છે.

પીરિયડ્સ

પીરિયડ્સ દરમિયાન પણ તલના લાડુ વધારે ખાવાથી બચવું જોઈએ. આવા લાડુ પિત્ત અસંતુલિત કરી શકે છે, જેના પરિણામે બ્લીડિંગ વધી શકે છે. એક દિવસમાં 5 ગ્રામ તલનું સેવન સારું માનવામાં આવે છે.

આ 1 પાનને ખાલી પેટ ચાવવાથી ટ્યુબલાઇટની જેમ ચમકી ઉઠશે તમારા દાંત