નાળિયેર પાણી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે,તેના સેવનથી ઘણી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે કેટલાક રોગોમાં તે અમૃત જેવું કામ કરે છે.
નાળિયેર પાણીમાં પોટેશિયમ,સોડિયમ,કાર્બોહાઇડ્રેટ્સ સહિત ઘણા પોષક તત્વો હોય છે,પરંતુ તેનું સેવન કરવું કેટલીક બીમારીઓમાં નુકસાનકારક છે.
નાળિયેર પાણીમાં કાર્બોહાઇડ્રેટ્સ અને કેલરી વધુ હોય છે, ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
લો બ્લડ પ્રેશર હોય તો પણ નાળિયેર પાણી ન પીવું જોઈએ,નાળિયેર પાણી પીતા પહેલા તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
ડાયેરિયાની સમસ્યા હોય તો પણ નાળિયેર પાણી ન પીવું જોઈએ, નાળિયેર પાણીમાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે,જે ડાયેરિયાનું કારણ બને છે.
નાળિયેર પાણીમાં પોટેશિયમ વધુ હોવાને કારણે કિડની પર પણ અસર થઈ શકે છે આ સિવાય તેનાથી શરીરનું વજન પણ વધે છે.