જાહેર ક્ષેત્રની અગ્રણી કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)નું કોલસાનું ઉત્પાદન સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 12.6 ટકા વધીને 5.14 કરોડ ટન પહોંચી ગયું છે.
વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં તેમનું ઉત્પાદન 11.3 ટકા વધી 33.29 કરોડ ટન થયું છે, જે એક વર્ષ અગાઉની સમાન અવધિમાં 29.9 કરોડ ટન હતું.
સપ્ટેમ્બરમાં CILનો કોલસાનો ઉપાડ 12.6 ટકા વધી 5.51 કરોડ ટન રહ્યો છે, જે ગત નાણાકીય વર્ષની આ અવધિમાં 4.89 કરોડ ટન હતો.
એપ્રિલ-સપ્ટેમ્બરની અવધિમાં મહારત્ન કંપનીનો કોલસાનો ઉપાડ પણ 8.6 ટકા વધી 36.07 કરોડ ટન રહ્યો છે, જે એક વર્ષ અગાઉની સમાન અવધીમાં 33.2 કરોડ ટન હતો.