ગુવારની શીંગોને ક્સસ્ટર બીન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ફળમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ તેના ફાયદાઓ વિશે.
આહારમાં ગુવાની શીંગોનો સમાવેશ કરવાથી વજન ઘટાડવમાં મદદ મળે છે. કારણ કે તેમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે.
ગુવારની શીંગોમાં રહેલ ફાઇબર કબજિયાતની બીમારીને દૂર કરવામાં ખૂબ જ મદદરીપ છે. તેના સેવનથી પાચનક્રિયા પણ સારી રહે છે.
ગુવારની શીંગો હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ ડાયેટરી ફાઈબર, પોટેશિયમ હૃદય સંબંધિત બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ગુવારની શીંગો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમા રહેલા તત્વો બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ગુવારની શીંગો હાડકાં માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમા રહેલું કેલ્શિયમ આપણા હાડકાંને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.
ગુવારની શીંગોમાં રહેલ આયર્ન તત્વ શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. જેના કારણે શરીરમાં લોહીની ઉણપ થતી નથી.
ગુવારની શીંગોમાં હાઈપોગ્લોયકેમિક ગુણો હોય છે જે નશોને આરામ આપવામાં મદદ કરે છે. તેના સેવનથી તણાવ ઓછો થાય છે.