હળદરનું પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે થાય ચમત્કારિક ફાયદાઓ, જાણી લો જલ્દી


By Jivan Kapuriya06, Aug 2023 12:25 PMgujaratijagran.com

જાણો

ભારતમાં હળદરનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં થાટ છે. તેમાં ઘણા એવા પોષક તત્વો હોય છે, જે શરીર માટે ફાયદાકારક હોય છે. હળદરવાળા દૂધ સિવાય હળદરનું પાણી પણ સ્વાસ્થ્ય માટે સારું છે. આજે અમે તમને હળદરનું પાણી પીવાના ફાયદા અને બનાવવાની રીત જણાવીશું.

સોજો ઘટાડવા

હળદરનું પાણી પીવાથી શરીરમાં બળતરા ઓછી થાય છે. તેમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે. હળદરનું પાણી સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે.

સંક્રમણથી બચવામાં મદદ કરે

હળદરમાં કક્યૅુમિન,એન્ટિસેપ્ટિક,એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. આ સાથે તેઓ શરીરને રોગો સામે લડવામાં પણ મદદ કરે છે.

ખીલ મટાડવા

હળદરના પાણીનું સેવન કરવાથી શરીર ડિટોક્સ થાય છે અને લોહી શુદ્ધ થાય છે. આનાથી ખીલ અને પિમ્પલ્સની સમસ્યાને દૂર કરી શકાય છે.

કેન્સર અટકાવે

હળદરમાં કક્યૅુમિન હોય છે, જે કેન્સર વિરોધી એજન્ટ તરીકે કામ કરે છે. આ કેન્સરના કોષોને રોકવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં મદદ કરે

હળદરનું પાણી વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તે તમારા પાચન તંત્રને યોગ્ય રાખે છે, જે મેટાબોલિઝમ વધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

તણાવ દૂર કરે

હળદરનું પાણી પીવાથી શરીરમાંથી તણાવ દૂર કરવામાં મદદ કરે છે કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ સાથે મગજને તેજ કરવામાં પણ મદદ કરે છે.

કેવી રીતે બનાવવું

એક ગ્લાસ પાણી ગરમ કરો અને તેમાં એક ચપટી હળદર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કર્યા બાદ તેને ઉકાળીને કપમાં ગાળી લો. તેમાં મધ મિક્સ કરીને રોજ તેનું સેવન કરો.

નોંધઃ એક ચપટી કરતા વધુ હળદર પણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

વાયરલ તાવને મટાડવા અજમાવો આ ઘરગથ્થુ ઉપાય