આ સ્ટોરીમાં આપણે જોઈશું એક એવા ક્લીનર વિશે જેની મદદથી તમે દરવાજા, બારીઓ, ડ્રેસિંગ ટેબલ અને બાથરૂમના અરીસાને સાફ કરીને તેને નવા જેવા ચમકદાર બનાવી શકો છો.
અડધા કપ પાણીમા, અડઘો કપ વિનેગર, એક ચમચી કોર્ન સ્ટાર્ચ ઉમેરી મિક્સ કરી લો. આ મીક્સરને સ્પ્રે બોટલમાં ભરીને ઘર અથવા બાથરૂમમાં અરીસા પર સ્પ્રે કરીને સાફ કરો
ઘણી વાર વસ્તુઓ ચોંટાડવાથી તેનું ગુંદર અરીસા પર રહી જાય છે આ સાફ કરવા માટે સેનિટાઈઝર અથવા આલ્કોહોલની મદદ લઈ શકો છો. આને છાંટીને તેને માઇક્રોફાઇબર કાપડ અથવા અખબારની મદદથી સાફ કરી શકો છો.
કાગળનો ડુચો બનાવીને અરીસો સાફ ન કરવો, આની માટે કાગળ કે કાપડને યસ આકારમાં બનાવીને અરીસાને સાફ કરવો જોઈએ.
ગંદા કાચને સાફ કરવા માટે તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકીય છે, લીંબુવાળા પાણીને અરીસા પર સ્પ્રે કરીને તેને કપડાની મદદથી સાફ કરો.