ઈસ્ત્રીને થોડીક ગરમ કરીને બંધ કરી દેવી. આ પછી દવાની ગોળીને કિનારે પકડીને તેના પર ઘસવી. આ પછી કપડાથી તેને સાફ કરવાથડાઘા જતાં રહેશે.
બેકિંગ સોડામાં થોડુક પાણી મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવી. આ પછી ચમચી અથવા અન્ય કોઈ એક વસ્તુની મદદથી ઈસ્ત્રી પર તેલ લગાવવું અને ભીના કપડાથી સાફ કરી લેવું.
કાટ લાગેલી ઈસ્ત્રી પર મીઠાની સાથે ચૂનો મિક્ષ કરી પેસ્ટ બનાવી લેવી. તેને ઈસ્ત્રી પર લગાવીને થોડીકવાર પછી સાફ કરી લેવી. તેનાથી કાટ નીકળી જશે.
ઇસ્ત્રી પર જામેલી કાટને હટાવવા માટે થોડિક મીઠાની પેસ્ટ બનાવવી. પેસ્ટને પ્રેસ પર લગાવીને છોડી દેવી. આ પછી થોડીકવાર પછી કપડાથી તેને સાફ કરી લેવી.
વિનેગરમાં થોડુંક મીઠું મિક્ષ કરી ગરમ કરી લેવું તે પેસ્ટને ઠંડી કરી કપડા દ્વારા ઇસ્ત્રી પર લગાવી દેવું. તેનાથી ડાઘા દૂર થશે.
ડિસ્ટિલ્ડ વોટરમાં વિનેગર મિક્ષ કરવું અને કોટમાં પલાળીને ઇસ્ત્રીને સાફ કરી લેવી. આ પછી સૂકાયેલા કપડાથી ઇસ્ત્રીને લૂછી લેવી. તેનાથી ઇસ્ત્રી પર ડાઘા રહેશે નહીં.
ઇસ્ત્રીને સાફ કરવા માટે ઇયરબડને ડિસ્ટિલ્ડ વોટરમાં મિક્ષ કરીને સાફ કરવી. તેનાથી હોલમાં રહેલી ગંદકી સાફ થશે.