તાળી પાડવાથી મળે છે જબરદસ્ત ફાયદા


By Hariom Sharma16, Aug 2023 04:30 PMgujaratijagran.com

આપણે જ્યારે કોઇ વાતને લઇને ખુશ હોઇએ છીએ ત્યારે તાળી પાડીએ છીએ, પરંતુ વગર કોઇ વાતે પણ તાળી પાડવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આને ક્લેપિંગ થેરેપી કહેવાય છે. આવો જાણીએ તેના ફાયદા વિશે.

ગ્લોઇંગ સ્કિન માટે

તાળી વગાડવાની પ્રક્રિયાથી તમારા બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. આનાથી ઓક્સિજનના પ્રવાહમાં સુધારો થાય છે. તાળી વગાડવાથી સ્કિન ગ્લોઇંગ બને છે.

હેલ્ધી હાર્ટ માટે

ક્લેપિંગ થેરેપીની મદદથી તમે હૃદયને સ્વસ્થ રાખી શકો છો. આ પ્રક્રિયામાં બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. જેનાથી હાર્ટ હેલ્ધી રાખવામાં મદદ મળે છે. આનાથી બીપી અને શ્વાસને લગતી સમસ્યા દૂર થાય છે.

બ્લડ સર્ક્યુલેશન સુધારે

તાળી વગાડવાથી તમારુ કાડું, અંગૂઠાના નીચે, હેન્ડ વેલી પોઇન્ટ, ઇનર ગેટ પોઇન્ટ અને તમારા હાથના અંગૂઠાના નખ પર રહેલા એક્યુપ્રેશર પોઇન્ટ પર દબાણ આવે છે. આ શરીરમાં રક્તનું સંચાર યોગ્ય કરવામાં મદદ કરે છે.

એનર્જી આપે

શરીરને એનર્જી આપવા માટે ક્લેપિંગ થેરેપી ખૂબ જ મદદગાર સાબિત થઇ શકે છે. તમારા હાથમાં રહેલા 29 એક્યૂપ્રેશર પોઇન્ટ્સ પર તાળી વગાડવાની પ્રક્રિયામાં પ્રેસર પડે છે. જેનાથી તમારા બોડીને એનર્જી મળે છે.

મેન્ટલ હેલ્થ માટે

તાળી પાડવાથી તમારા બ્રેનને પોઝિટિવ સિગ્નલ મળે છે. આનાથી હેપ્પી હોર્મોનનો વધારો થાય છે, અને તમને રિલક્સ ફીલ થાય છે. આ સ્ટ્રેસ અને ડિપ્રેશન દૂર કરે છે. રોજ ક્લેપિંગ થેરેપીનો અભ્યાસ કરો.

ખભાના દુખાવાથી પરેશાન છો, તો આ ઘરગથ્થુ ઉપાયથી મેળવો છૂટકારો