સિટી સમોસાનો ટેસ્ટ હાલ અમદાવાદમાં ભારે વખાણાય રહ્યો છે. લોકો તેની વાતો કરતા થાકતા નથી. ત્યારે આજે સિટી સમોસા જેવા સમોસા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ અહીં જણાવશે.
સમોસા તો દરેક લોકોને ભાવતા હોય છે, પરંતુ બહાર જેવા પરફેક્ટ સમોસા ઘરે બનતા નથી, ચાલો આજે અમે તમને સમોસા બનાવવાની પરફેક્ટ રેસીપી જણાવીશું.
મેંદો,અજમો, ઘી કે તેલ, મીઠું, બટાકા, લીલા વટાણા, જીરું, લીલા મરચાં-આદુંની પેસ્ટ, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, આમચૂર, લીંબુનો રસ, વરિયાળીનો પાઉડર, કોથમરી, તેલ.
સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં લીલા વટાણા, બટાકાને મીઠું અને પાણી નાખીને નરમ થાય ત્યાં સુધી બાફીને બટાકાની છાલ ઉતારીને તેને મેશ કરો.
હવે એક બાઉલમાં મેંદો,અજમો, ઘી કે તેલ અને મીઠું ઉમેરીને મિક્સ કરીને મિશ્રણમાં થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, લીલા મરચાં-આદુંની પેસ્ટ,બાફેલા લીલા વટાણા, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો વગેરે નાખીને સાંતળી લો.
હવે તેમાં કાપેલા કે મેશ કરેલા બટાકા, મીઠું,લીલા ધાણા અને ફુદીનાના પાન નાખીને બરાબર મિક્સ કરી લો.
હવે લોટમાંથી લૂઆ બનાવી રોટલી જેમ વણી પછી છરી વડે રોટલીના બે ભાગ કરી તેમાં તૈયાર કરેલ સમોસાનું સ્ટફિંગ ભરીને વાળી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને સમોસા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને ચટણી સાથે સર્વ કરો. રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.