તજ ફક્ત ખાવાના સ્વાદને વધારવામાં જ નહીં, પણ વજન ઘટાડવામાં પણ ઘણું અસરકારક છે. તજના ગુણો, મેટાબોલીઝન વધારે છે અને ભૂખ ઓછી કરવામાં મદદ કરે છે. આવો જાણીએ વજન ઘટાડવા માટે તજનો ઉપયોગ તમે કેવી સરળતાથી કરી શકો છો
એક ગ્લાસ પાણી લો અને તેમાં અડધી ચમચી તજ પાવડર ઉમેરો. આને દિવસ દરમિયાન તમે 3-4 વાર પીવો. આ મેટાબોલીઝન વધારવામાં મદદ કરે છે અને ચરબી ઓછી કરવામાં મદદ કરે છે.
પાણીમાં એક તજ સ્ટિક ઉકાળો તેમાં લીંબુનો રસ અને એક ચમચી મધ ઉમેરો. આ ડ્રી્ન્કને રોજ સવારે નાશ્તા પહેલાં પીવાથી વજન ઘટાડવામાં મળે છે અને શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે.
જો તમને કોફી પીવી ગમે છે, તો તેમાં તજ પાવડર ઉમેરીને પી શકો છો. આનાથી સ્વાદ પણ વધે છે અને આ સાથે વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
તમારા ફળ કે શાકભાજીના જ્યુસમાં તમે તજ પાવડર ઉમેરી શકો છો. આ માત્ર સ્વાદ વધારતું નથી, પણ ચરબી ઘટાડવામાં પણ મદદરૂપ છે.
સ્પ્રાઉટ્સ જેવા હેલ્ધી નાશ્તામાં તમે ઉપરથઈ તજ પાવડર નાખીને તમે તેને વધું ટેસ્ટી અને હેલ્ધી બનાવી શકો છો