ચુર ચુર નાન એક લોકપ્રિય પંજાબી વાનગી છે. જે નાન જેવી અમૃતસરી છોલે, પનીર કે કોઈ પણ પંજાબી શાક સાથે સર્વ કરવામાં આવે છે.
બહાર હોટલ કે ઢાબા જેવા નાન તમે ઘરે પણ બનાવી શકો છો. આજે અમે જમને તેની રેસીપી જણાવી રહ્યા છીએ. જે વરસાદની સિઝનમાં તમે ઘરે ટ્રાય કરી શકો છો.
મેંદો, ખાવાનો સોડા, મીઠું, ઘી, દૂધ, પાણી, પનીર, છીણેલી ડુંગળી, લાલ મરચું પાવડર, જીરું પાવડર, લસણ, આદુ, ગરમ મસાલો, કેરમ બીજ, કાળા મરી પાવડર, ધાણા, કસુરી મેથી.
એક કથરોટમાં મેંદો, ખાવાનો સોડા અને મીઠું સારી રીતે મિક્સ કરો ત્યારબાદ તેમાં થોડું પાણી અને દૂધ ઉમેરીને લોટ બાંધી લો.
હવે લૂઆને હાથથી ફેલાવો અને તેના પર ઘી લગાવીને રોલને બંને બાજુથી ઓછામાં ઓછા 6-7 વાર ફોલ્ડ કરો.
હવે નાના ગોળ આકારમાં કાપો અને ધીમેથી દબાવીને રોટલીનો આકાર આપો. તેને 10 મિનિટ માટે બાજુ પર રાખો.
હવે એક બાઉલમાં પનીર, ગરમ મસાલા, છીણેલી ડુંગળી, લાલ મરચું પાવડર, જીરું પાવડર, લસણ, આદુ, કેરમ બીજ, કાળા મરી પાવડર, ધાણા, કસુરી મેથી અને થોડું ઘી નાખીને સ્ટફિંગ તૈયાર કરો.
હવે સ્ટફિંગ ભરીને રોલ કરી એક તવા પર ધીમા તાપે ઘી લગાવીને શેકી લો.
તૈયાર છે ટેસ્ટી અને ક્રિસ્પી ચુર ચુર નાન તમે વરસાદી માહોલમાં ઘરે બનાવીને આનંદ માણો.