કોલેસ્ટ્રોલ એક પ્રકારની ચરબી છે જે શરીર માટે જરૂરી છે. પરંતુ તે વધુ પડતું હોય તો હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
આજકાલની વ્યસ્ત જીવનશૈલી અને અનહેલ્ધી ફૂડ ખાવાને કારણે કોલેસ્ટ્રોલના સ્તરમાં વધારો થવો એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.
લસણ માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું તે સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આજે અમે તમને લસણના ઘરગથ્થું ઉપાય વડે કોલેસ્ટ્રોલ ઘટાડવાનો ઉપચાર જણાવીશું.
લસણમાં એલિસિન નામનું સંયોજન જોવા મળે છે જે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. તે શરીરમાં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)ને ઘટાડવામાં મદદ કરે છે અને સારા કોલેસ્ટ્રોલ (HDL)ના સ્તરને વધારે છે.
લસણ રક્તવાહિનીઓને ફેલાવીને રક્ત પરિભ્રમણને સુધારે છે. આ ધમનીઓમાં જમા થયેલું કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.
લસણમાં સોજા વિરોધી ગુણ હોય છે જે ધમનીઓના સોજા ઘટાડે છે અને કોલેસ્ટ્રોલના સંચયને અટકાવે છે.
લસણ લીવર ફંક્શનને સુધારે છે, જે કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.