Choco Lava Cake :ઘરે બેકરી જેવી ચોકો લાવા કેક બનાવવની રેસીપી નોધી લો


By Dimpal Goyal29, Sep 2025 11:53 AMgujaratijagran.com

ચોકો લાવા કેક

બાળકોથી લઈને મોટાઓ સુધી, દરેકને ચોકો લાવા કેક ગમે છે. આપણે ઘણીવાર બેકરીમાં જઈને તેનો સ્વાદ માણવો પડે છે. પરંતુ શું તમે જાણો છો કે બેકરી જેવી ચોકો લાવા કેક ઘરે સરળતાથી બનાવી શકાય છે? , તો ચાલો રેસીપી શીખીએ,

સામગ્રી

ડાર્ક ચોકલેટ - 100 ગ્રામ, ઈંડા - 2, લોટ - 1/4 કપ, ખાંડ - 1/4 કપ, બટર - 50 ગ્રામ, ક્રીમ - 2 ચમચી, બેકિંગ પાવડર - 1/2 ચમચી, વેનીલા એસેન્સ - 1/2 ચમચી, મીઠું - એક ચપટી

સ્ટેપ 1

પ્રથમ, એક પડાઈમાં ડાર્ક ચોકલેટ અને બટર નાખો અને તેને ધીમા તાપે ઓગાળો. પછી, ઓગાળેલી ચોકલેટને ઠંડુ થવા દો.

સ્ટેપ 2

હવે, એક બાઉલમાં ઈંડા અને ખાંડને એકસાથે મિકસ કરો . પછી, ઓગાળેલી ચોકલેટ ઉમેરો. ઉપરાંત, મિશ્રણમાં વેનીલા એસેન્સ ઉમેરો.

સ્ટેપ 3

બધું મિક્સ કર્યા પછી, બીજા બાઉલમાં લોટ, બેકિંગ પાવડર અને મીઠું નાખો. ધીમે ધીમે પ્રવાહી મિશ્રણ ઉમેરો, બધું બરાબર મિક્સ કરો.

સ્ટેપ 4

હવે, સિલિકોન મોલ્ડ અથવા કપ પર બટર લગાવો અને તેમાં તૈયાર કરેલું બેટર ભરો. કપ 3/4 ભર્યા પછી, પ્રેશર કૂકરમાં સ્ટેન્ડ મૂકો અને તેના પર કેક કપ મૂકો.

સ્ટેપ 5

કપ મૂકતા પહેલા, કૂકરમાં 1 કપ રેતી અથવા મીઠું ઉમેરો. કૂકરને પ્લેટથી ઢાંકી દો અને કેકને લગભગ 20 મિનિટ સુધી બેક કરો. તમે છરીથી ચેક કરી શકો છો કે કેક બની ગઈ છે કે નહીં.

સ્ટેપ 6

હવે, ગેસ બંધ કરો અને કેકને ઠંડુ થવા દો. થોડીવાર પછી, કેકને પ્લેટમાં કાઢી લો, તેના પર ઓગાળેલી ચોકલેટ છાંટો અને તેને ચોકો લાવા કેકની જેમ પીરસો.

વાંચતા રહો

આવી વધુ માહિતી માટે,ગુજરાતી જાગરણ પર ક્લિક કરો.

Pizza Dhokla: ઘરે બનાવો સ્વાદિષ્ટ પીઝા ઢોકળા