ચીકુના આ અદ્ભુત ફાયદા તમને કોઈએ નહીં જણાવ્યાં હોય, જોણી લો જલ્દી


By Jivan Kapuriya12, Aug 2023 11:09 AMgujaratijagran.com

જાણો

ચીકુ ફળ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. તેમજ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આવો જાણીએ તેના સ્વાસ્થ્ય માટેના ફાયદાઓ વિશે.

આંતરડા સ્વસ્થ રાખે

ચીકુના ફળમાં પોલિફીનોલ નામનું તત્વ હોય છે,જે આંતરડામાં એસિડ સ્ત્રાવને નિષ્ક્રિય કરે છે. શક્તિશાળી એન્ટિપેરાસાઇટિક,એન્ટિવાયરલ,બળતરા વિરોધી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો પેટની બીમારીઓથી રાહત આપે છે.તે કબજિયાત અને પેટના ઓછા સંક્રમણથી રાહત આપવા માટે ઉત્તમ પોષક તત્ત્વ તરીકે કામ કરે છે.

હાડકાં જબૂત કરે

ચીકુમાં રહેલા મિનરલ્સ,કેલ્શિયમ,ફોસ્ફરસ,કોપર અને આયર્નની ભરપૂર માત્રા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.ચીકુના નિયમિત સેવનથી હાડકાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થાય છે.તેમાં રહેલ કેલ્શિયમ તત્ત્વો હાડકાં,સ્નાયુઓ અને માસપેશીઓની મજબૂતાઈ વધારવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

ચીકુના ફળમાં વિટામિન C,A અને સારી માત્રા એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે રાગપ્રતિકારક શક્તિને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રોગપ્રતિકારક શક્તિ રોગો સામે લડવામાં મદદ કરવા સાથે તે ઘણા ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે.

ત્વચાને ચમકદાર બનાવે

ત્વચાને સ્વસ્થ રાખવા અને ત્વચાને ચમદાર બનાવવા માટે ચીકુ એક ઉત્તમ ફળ તરીકે કામ કરે છે. ચીકુંમાં વિટામિન C,A,E અને Kની વિપુલ માત્રા ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને ત્વચાના કોષોને નવજીવન આપે છે.આ ફળને ડાયટમાં સામેલ કરવા ઉપરાંત તેનો ફેસ પેક પણ ત્વચાને સુંદર બનાવે છે.

કેન્સર નિવારણ

ચીકુ ફળ એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર સૌથી શક્તિશાળી ફળોમાંનું એક છે જે કેન્સરના વિવિધ સ્વરૂપોના જોખમને ઘટાડી શકે છે. વિટામિન A અને B ભરપૂર હોવાથી તે ફેફસાં અને મોઢાના કેન્સરનું જોખમ ઘટાડે છે.ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોવાને કારણે તે આંતરડાને સ્વસ્થ રાખે છે અને શરીરને કેન્સરના જોખમથી બચાવે છે.

બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે

હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે ચીકુ એ ખૂબ જ આગ્રહણીય ફળ છે. તે પોટેશિયમની પૂરતા માત્રાથી ભરેલું હોવાથી તે સોડિયમનું સ્તર ઘટાડવામાં મદદરૂપ છે. સક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.

વાંચતા રહો

સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર આ ફળ ચીકુને તમારા નિયમિત આહારમાં માસેલ કરો,પરંતુ જો તમને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય કોઈ સમસ્યા હોય તેનું સેવન કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રાત્રે ખાંસી આવતી હોય તો અપનાવો આ 5 ઉપાય, રાહત મળશે