નાસ્તામાં તમને પિઝા ભુલાવી દેશે આ બ્રોકલીના હેલ્થી પરાઠાની રેસીપી


By Vanraj Dabhi02, Mar 2024 02:44 PMgujaratijagran.com

સામગ્રી

બ્રોકોલી,લીલા મરચા,લસણ,પનીર,ચીઝ ક્યુબ્સ,મીઠું,અજમા પાવડર,કાળા મરી પાવડર,ચીલી ફ્લેક્સ,ઘઉંનો લોટ,કોથમીર,લીલું લસણ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ બ્રોકલીના ફૂલ તોડીને ગરમ પાણીથી સાફ કરી લો.

સ્ટેપ- 2

હવે એક મિક્સર જારમાં લીલા મરચા,લસણની કળીઓ,અને બ્રોકલી નાખીને પીસીને એક બાઉલમાં કાઢી લો.

સ્ટેપ- 3

હવે તેમાં પનીરનું ખમણ,મીઠું,ચીલી ફ્લેક્સ,અજમા પાવડર,લીલા લસણની કટકી,કોથમરી,કાળા મરીનો પાવડર ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે તેમાં એક કપ ઘઉંનો લોટ ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ- 5

હવે તેના નાના લૂઆ બનાવીને પાટલા પર સરસ ગોળ વણી લો.

સ્ટેપ- 6

હવે એક લોઢી પર તેલ લગાવીને પરાઠાને શેકી લો.

સર્વ કરો

તૈયાર છે બ્રોકલી પરાઠા તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમો તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વાળનો ગ્રોથ વધારવા માંગો છો આ રીતે કરો મેથીનો ઉપયોગ