ચાણક્યએ નિતીશાસ્ત્રની રચના કરી છે, જેમા તેમણે મનુષ્ય જીવનને લઈને કેટલીક વાતો જણાવી છે. જેમા ચાણક્યએ મનુષ્યની કેટલીક એવી ટેવોનો ઉલ્લેખ કર્યો છે જે તેમને અસફળ બનાવે છે. આ સ્ટોરીમા આપણે કેટલીક એવીજ ટેવોની વાત કરીશું.
આચાર્ય ચાણક્ય અનુસાર, વ્યક્તિએ ક્યારેય જૂઠું ન બોલવું જોઈએ. આમ કરવાથી તેઓ લોકોનો તેમના પર વિશ્વાસ અને સન્માન બંને ગુમાવે છે..
બીજા વિશે ખરાબ બોલવું એ સારી ટેવ માનવામા આવતી નથી. આમ કરવાથી વ્યક્તિ પોતાની ખામીઓ ભૂલી જાય છે અને બીજાની ખામીઓ જોવા લાગે છે. આવા લોકોને સમાજમાં સન્માન મળતું નથી
ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિએ જાતમહેનત કરીને પૈસા કમાવવા જોઈએ. કેટલાક લોકો છેતરપિંડી કરી પૈસા કમાય છે, જે એક પ્રકારનો લોભ છે. આવા વ્યકતિઓ સન્માનને લાયક નથી.
ચાણક્ય નિતી પ્રમાણે, જે લોકો આળસુ હોય છે તેઓ પૈસા કમાવવા સક્ષમ નથી થઈ શકતા. આવા લોકો આળસને કારણે આર્થિક લાભ નથી મેળવી શકતા.
આ માહિતી લોકોની માન્યતાઓ પર આધારિત છે.